સુરતમાં કોરોના(Surat Corona)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યારે 700થી વધુ લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે સારા સમાચારએ છે કોરોનાથી સારા થયેલા દર્દીઓનો આંકડો 12 હજારને પાર પહોંચી ગયો છે. દરરોજ 200 નજીક દર્દીઓ સારા થઇ રહ્યા છે. ત્યારે ગંભીર દર્દીઓ માટે પ્લાઝ્મા થેરપી(Plasma therepy)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં તંત્ર દ્વારા કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા અપીલ કરી છે. ત્યારે દાનવીર સુરતીઓ પ્લાઝ્મા ડૉનેટમાં પણ રાજ્યમાં પહેલા નંબર પર છે.
પ્લાઝ્મા ડૉનેટમાં સુરત પહેલા નંબરે

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી 1000થી વધુ કેસો સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યમાં શરૂઆતમાં અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. જની સ્થિતિ હાલ કાબુમાં છે. ત્યારે હાલ સુરતમાં કોરોનાની સ્થતિ ગંભીર બનેલ છે. ત્યારે બંને શહેરોમાં રિકવર દર્દીઓની સંખ્યા વધી રહી છે. 10 ઓગસ્ટના આંકડા મુજબ જુલાઈના પહેલા સપ્તાહમાં કોરોનાથી સારા થયેલા દર્દીઓની સંખ્યા 9598 હતી જેમાંથી અત્યાર સુધીમાં 455 દર્દીઓએ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. ત્યારે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં કોરોનાથી સારા થયેલા દર્દીઓની સંખ્યા 2121 હતી જેમાંથી અત્યાર સુધીમાં 232 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે.
સુરતમાં માત્ર 35 દિવસમાં 455 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યું

સુરતને જુલાઈના પહેલા સપ્તાહમાં પ્લાઝ્મા એકત્રિત કરવા મંજૂરી મળી હતી. ત્યારે આટલા ઓછા સમયમાં 455 સુરતીઓએ કોરોનાને મ્હાત આપી પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. ત્યારે અમદાવાદમાં એપ્રિલના ત્રીજા સપ્તાહમાં મંજૂરી મળી હતી. જેમાંથી માત્ર 232 લોકોએ જ પ્લાઝ્મા ડોનેટ કર્યા છે. આ બંને શહેરોની સરખામણી કરીએ તો સુરત પ્લાઝ્મા ડૉનેટમાં અમદાવાદ કરતા ઘણું આગળ છે. માત્ર ગુજરાત જ નહિ. સમગ્ર દેશમાં પ્લાઝ્મા ડોનેશનમાં સુરત ખુબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે.
શું છે પ્લાઝ્મા

કોરોના માટે હજુ સુધી કોઈ કારગર દવા કે વેક્સીન મળી નથી. માટે દુનિયાભરમાં અલગ અલગ રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાંથી એક છે પ્લાઝ્મા થેરેપી. સારા થયેલા દર્દીઓમાં વાયરસ સામે લડવા એન્ટી બોડી બનેલી હોય છે. તેઓના લોહીમાં એક ખાસ તત્વ હોય છે. જે વાયરસ સામે લડવા સક્ષમ હોય છે જેને પ્લાઝ્મા કહેવાય છે. સારા થયેલા દર્દીઓના પ્લાઝ્માં બીજા દર્દીઓના પ્લાઝ્મા સાથે મેચ થતા વધુ ગંભીર કોરોના એક્ટિવ દર્દીઓને આપી નવું જીવન આપી શકાય છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો મૃત્યુઆંક 700 પાર, ત્યારે આટલા દર્દીઓ થયા સારા
