એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસ(sushant singh rajput case)માં ડ્રગની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)નો દાવો છે કે તપાસ દરમિયાન સારા અલી ખાન, સિમોન અને રકુલનું નામ સામે આવ્યું છે. સુશાંતના ફાર્મ હાઉસ અને પવન ડેમ પર બનેલ ટાપુ ‘આપતી ગવંડે’ પર થયેલ પાર્ટી પર NCBની નજર છે. સુશાંત પોતાના મિત્રો સાથે ત્યાં જ પાર્ટી કરતા હતા.
એનસીબીએ ટાપુ પર જઈ તપાસ કરી, સાથે જ એક વ્યક્તિનું સ્ટેટમેન્ટ પણ લીધું હતું, એનસીબીએ કહ્યું કે, સ્ટેટમેન્ટ મુજબ ટાપુ પર સુશાંત સાથે રિયા ઘણી વખત આવી ચુકી છે. સુશાંત સાથે સારા અલી ખાન 4-5 વખત આવી ચુકી છે. સુશાંત સાથે શ્રદ્ધા કપૂર પણ આવી ચુકી છે.
આ હસ્તીઓના નામ સામે આવ્યા

આ સિવાય સુશાંત સાથે દિપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા, શોવિક, ઝૈદ ‘આપતી ગવંડે’ ટાપુ પર ઘણી વખત આવ્યા છે. ટાપુ પર નશીલા પદાર્થોની જોરદાર પાર્ટી થતી હતી. ખૂબ દારૂ પાર્ટી ચાલતી, ગાંજો અને નશો કરવામાં આવતો હતો. એનસીબીના જણાવ્યા મુજબ રિયાએ પોતાના નિવેદનમાં સારા અલી ખાન, સિમોન ખંભાતા, રકુલનું નામ પણ લીધું છે, જેના આધારે તપાસ ચાલી રહી છે.
પાર્ટીમાં સામેલ લોકો પર એનસીબીની નજર
સૂત્રો મુજબ, સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસ અને ટાપુ પર થયેલ પાર્ટીમાં સામેલ લોકો પર એનસીબીની નજર છે. પાવના ડેમ પર મોટરબોટ ચલાવનાર સુશાંત અને બાકી બધાને ટાપુ પર લઇ જનાર વ્યક્તિનું નિવેદન પણ એનસીબીએ નોંધી લીધું છે.
એનસીબીના ડિપ્ટી ડાયરેક્ટરએ જણાવ્યું કે, તપાસમાં સારા અલી ખાન, સિમોન અને રકુલના નામ સામે આવ્યા છે. હજી સુધી આ ફિલ્મી હસ્તીઓને સમન્સ મોકલવામાં આવ્યું નથી, પરંતુ આગામી દિવસોમાં સમન્સ મોકલી શકાય છે.
આ પણ વાંચો : કોરોનામાં નોકરી ગઈ ? કેવી રીતે મળશે સરકાર તરફથી ત્રણ મહિના અડધી સેલેરી ?
