સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ ને લઇ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની ટીમ શહેરમાં ઓબ્ઝર્વેશન માટે આવશે. જયારે સર્વેક્ષણ તેના અંતિમ તબક્કા તરફ છે. ત્યારે સુરત મહાનગર પાલિકા ટોપ 10માં આવવા માટે એડીચોટી લગાવી રહ્યું છે. જેને લઇ મનપા દ્વારા લોકોની વધુમાં વધુ ફીડબેક મેળવવાની કોશિશ કરાઈ છે પરંતુ 55 લાખની વસતી છતાં અત્યાર સુધીમાં માત્ર ૨.૪૦ લાખ લોકોએ સિટિઝન ફિડબેક આવતા સુરત ફરી પાછળ રહી જાય તેવું લાગી રહ્યું છે. સુરત શહેર હાલમાં દેશભરમાં છઠ્ઠા ક્રમાંકે જ યથાવત છે.

લોકોના ફીડબેક મેળવવા આખા શહેરમાં હોડિંગ્સ લગાવ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર પણ અપીલ કરી છે. કરાઈ રહી છે. 31 જાન્યુઆરી સુધી જ ફિડબેક આપવાની છેલ્લી તારીખ છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ફિડબેકના ૧૫૦૦ ગુણ રેન્કિંગમાં નિર્ણાયક સાબિત થાય એમ છે. ત્યારે છેલ્લી ઘડીએ પાલિકા જોર લગાવી રહી છે.
શહેરીજનો સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ સિટિઝન ફિડબેકના ઓનલાઇન પોર્ટલમાં જઇ પણ ફિડબેક આપી શકે છે. પાલિકા નાગરિકોના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી સ્વચ્છતા ફિડબેકમાં જોડવાનું કામ કરી રહ્યા છે. સિટિઝન ફિડબેકમાં દેશભરમાં આગ્રા નંબર વન પર ચાલી રહ્યું છે.
