કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020(Svachh Servekshan 2020)ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 6000 માંથી 5647.56 માર્ક સાથે ઇન્દોર પહેલા નંબર પર, ગુજરાતનું સુરત 5519.59 માર્ક સાથે બીજા નંબર પર અને 5467.89 માર્ક સાથે નવી મુંબઈ ત્રીજા સ્થાને આવી છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એક માહિતી અનુસાર 1422 જેટલાં શહેરોએ 2020ના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. તેમાંથી ગુજરાતના ચાર શહેરોની પસંદગી થઈ છે.
સુરતના 4 શહેરો ટોપ 10માં
સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત સમગ્ર ભારતમાં બીજા સ્થાને છે. સુરતને આ માર્ક સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ 5માં નંબરે, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10માં ક્રમે છે.
પાલિકા કમિશનરે શહેરીજનોની આભાર માન્યો

સુરત બીજા ક્રમેં આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને પાલિકાના સફાઈકર્મીઓ સહિત તમામ લોકોનો આભાર માની અભિનંદન પાઠવ્યાં છે. મેયર ડો. જગદીશ પટેલે પણ સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશભાઈ નાવડીયાએ મેયર ડો. જગદીશભાઈ પટેલ, મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની તેમજ તમામ સુરતીઓને સ્વચ્છતા સર્વેક્ષણમાં આખા દેશમાં બીજો ક્રમાંક મેળવવા માટે અભિનંદન પાઠવ્યા છે.
કોને કેટલા માર્કસ મળ્યા ?
- ઇન્દોર – 5467.56
- સુરત – 5519.59
- નવી મુંબઈ – 5467.89
- વિજયવાડા – 5270.32
- અમદાવાદ – 5207.13
- રાજકોટ – 5157.36
- ભોપાલ – 50600.31
- ચંદીગઢ – 4970.07
- જી.વી.એમ.સી. વિશાખાપટ્ટનમ – 4918.44
- વડોદરા – 4870.34
- નાસિક – 4729.46૪
આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો આંકડો 18 હજારને પાર, જાણો શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની પરિસ્થિતિ
