ભારતમાં કોરોના વાયરસના ફેલાવાની સાથે લોકોએ કેસથી વ્યવહાર ઘટાડીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ જઈ રહ્યા છે. જેની સાથે સાથે ઘણા ઓનલાઇન ફ્રોડની સંખ્યામાં પણ વધારો થયો છે. આપણે રોજ ઘણા કિસ્સા સાંભળીએ છીએ જેમાં સાયબર ફ્રોડનો શિકાર થઇ કોઈએ પૈસા ગુમાવ્યા હોય. ઓનલાઇન ફ્રોડના શિકારમાં માત્ર અનપઢ જ નહિ પરંતુ, ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટર, પ્રોફેસર પણ સામેલ હોય છે.
અત્યારના સમયે કોન્ટેક્ટલેસ પેમેન્ટ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. માર્કેટમાં જગ્યા જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ માટે ક્યુઆર કોડનાં બોર્ડ જોવા મળે છે. ઓનલાઇન પેમેન્ટ જેટલું સરળ અને ઉપયોગી છે એટલું જ જોખમી પણ છે. ઝારખંડ, બિહાર, રાજસ્થાન જેવા રાજ્યમાં લોકોને લૂંટવાએ ગૃહ ઉદ્યોગ બની ગયો છે. તેઓ ડરાવીને કે લાલચ આપી એકાઉન્ટથી પૈસા પડાવી લે છે.

ઓનલાઇન ફ્રોડથી બચવાની તરકીબો
- અજાણી વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ ન કરવી
- અજાણી વ્યક્તિના કહેવાથી કોઈ ટ્રાન્ઝેક્શન ન કરવું
- પોતાનો પિન કોઈને એવો નહિ
આવું કેમ થાય છે?
સાયબર ફ્રોડનો શિકાર બનેલી દરેક વ્યક્તિ માને છે કે, ઠગ વ્યક્તિ પોતાની વાત સાચી લાગે તે પ્રમાણે જણાવે છે. પરંતુ, એવું નથી ઠગ આપણી નબળાઈઓ જાણીને તેનો ઉપયોગ કરે છે. જેથી આપણે સરળતાથી તેની વાતમાં આવી જઈએ છીએ. સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા પરત મેળવવા એ મુશ્કેલ છે.