લોકડાઉન થયાને 3 મહિના ઉપરનો સમય થઈ ગયો છે અને હજુ પણ શાળા-કોલેજો ક્યારે ખૂલશે તે અંગે નક્કી ન હોવાને લીધે વિદ્યાર્થીઓનું ભણવાનું ન બગડે તે માટે મોટા ભાગની દરેક શાળાઓએ ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દીધા છે, જેને લીધે રોજના 2-3 કલાક કમ્પ્યુટર અથવા લેપટોપ, મોબાઈલ પર બાળકોએ ભણવું પડતું હોય છે. સતત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે જોતા રહેવાની અસર તેમની આખો પર થઈ શકે છે. તેવામાં મા બાપે તેમના ભણતરની સાથે તમની આંખોની પણ સંભાળ રાખવી જરૂરી છે.
બાળકોની આંખોની સંભાળ રાખવા માટે માતા-પિતાએ ઘરઘથ્થુ નુસ્ખા અજમાવતા રહેવું જોઈએ. આ સિવાય થોડી થોડી વારે બાળકોને આંખ પટપટાવતા રહેવાનું કહેવું જોઈએ. આમ કરવાયતી થોડી સેકન્ડ માટે આંખોને આરામ મળે છે.

તે ઉપરાંત અંધારામાં સ્ક્રીનને ના જોવા દેવું. અંધારામાં મોબાઈલ અથવા કોમ્પ્યુટર વાપરવાથી આંખ વધારે ખેંચાય છે. બાળકોના ખોરાક વિટામીન સીની માત્રા વધારવી જોઈએ. તેમને આમળા, ગાજર, પાલક અને લીલા શાકભાજી ખવડાવવા જોઈએ.
પૌષ્ટિક આહારની સાથે બદામ, પીસ્તા અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ પણ અભ્યાસ દરમિયાન ખવડાવવા જોઈએ. તેની સાથે તેમની બાજુમાં પાણીની બોટલ પણ મૂકી રાખવી જેથી થોડા થોડા સમયે તેઓ પાણી પીતા રહે.

ઓનલાઈ ક્લાસિસ થઈ ગયા પછી તેમની આંખોને આરામ આપવા માટે થોડા સમય પહેલા ગ્રીન ટીની બેગને ફ્રીઝમાં મૂકી દેવી જોઈએ અને ઠંડી થઈ ગયા પછી તેને પાણીમાં નીચોવીને બાળકોને આંખ પર મૂકવા માટે આપવી જોઈએ. આમ કરવાથી બાળકોની આંખને આરામ અને ઠંડક મળે છે.
