ભારતની ટાટા મોટર્સ લિમિટેડે એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. જેને ‘શો રૂમ ઓન વ્હીલ્સ’ નામ આપ્યું છે. જેને ‘અનુભવ’ પણ કહેવાય છે. જે ગામમાં રહેતા ગ્રાહકો માટે એક ડોર સ્ટેપ કાર ખરીદવાનો અનુભવ આપશે. કંપનીના ગ્રામીણ માર્કેટિંગ સ્ટ્રેટેજી અંતર્ગત તેની શરૂઆત કરી છે. નવી પહેલનો ઉદ્દેશ્ય ગામડાઓમાં અને તાલુકાઓમાં પોતાની પહોંચને વધારવાનો છે.
ટાટા મોટર્સ સમગ્ર દેશભરમાં 103 મોબાઇલ શો રુમ તૈનાત કરવામાં આવશે. જેથી ભારતના ગામડાઓમાં ટાટા મોટર્સના બ્રાન્ડ પ્રત્યે લોકોમાં જાગરુકતા વધશે. આ મોબાઇલ શો રૂમ વર્તમાન ડીલરોને પોતાના ગ્રાહકોને ડોર સ્ટેપ ખરીદદારીનો અનુભવ મેળવવામાં મદદ કરશે. ટાટા મોટર્સની આ પહેલથી કંપનીની કાર અને એસયૂવી, એક્સેસરીઝ વિશે સૂચના આપવામાં મદદ કરશે. તેનાથી ગ્રાહોને ફાયનાન્શિયલ સ્કીમનો ફાયદો મળી શકશે. તે ટેસ્ટ ડ્રાઇવ બુક કરી શકશે અને એક્સચેન્જ માટે વર્તમાન કારનું મૂલ્યાંકન કરી શકશે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડમાં સેલ્સ માર્કેટિંગ અને કસ્ટમર કેયરના વાઇસ પ્રેસિડેન્ટ રાજન અંબાએ કહ્યું કે આ યોજના બ્રાન્ડને ગામડાઓ સુધી લઇ જવા માટે ઉલ્લેખનીય પગલું છે. આ પગલાથી અમારી નવી ફોરએવર રેન્જની કારો અને એસયૂવીને બધાની પહોંચમાં બનાવી દીધી છે. તેનાથી રિટેલની દુકાનોના પારંપરિક મોડલ પર ગ્રાહકોની નિર્ભરતા ઓછી થશે. આ મોબાઇલ શો રૂમ ગ્રામીણ ગ્રાહકો માટે વન સ્ટોપ સોલ્યુશન હશે. જેનાથી ગામમાં રહેતા ગ્રાહકોને કાર, ફાઇનાન્સ સ્કીમ અને એક્સચેન્જ ઓફરની જાણકારી મળશે.
રાજન અંબાએ કહ્યું કે આનાથી અમારા ગ્રાહકોની ખરીદદારી પેટર્નના ઉપયુક્ત આંકડા ઉપલબ્ધ રહેશે. જેનાથી અમે તેમના સુધી પોતાની પહોંચને વધારી શકીશું. ભારતના કુલ યાત્રી વાહનોના વેચાણમાં 40 ટકા યોગદાન ગ્રામીણ ભારતમાં થનાર વેચાણનું છે. આ ધારણા સાથે અમે પોતાની પહોંચ વધારવા અને આ બજારોમાં પોતાના ગ્રાહકોની સંખ્યા વધવાનો પુરો વિશ્વાસ છે.