GST રજીસ્ટર્ડ બિઝનેસીસને ટુંકમાં અગાઉથી ભરેલા રિટર્ન ફોર્મ, જીએસટીઆર-3બી મળશે. જીએસટી નેટવર્ક ચીફ એકઝીકયુટીવ ઓફિસર પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે, અમે કરદાતાઓને પ્રી-ફીલ્ડ જીએસટીઆર-3બી આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. શરુઆતમાં બિઝનેસીસ ભૂતકાળને એડજસ્ટમેન્ટ કરી શકે એ માટે ફોર્મ ઓડીટ (સુધારા વધારા) કરવાનો વિકલ્પ અપાશે.

ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) માટે આઈટી નેટવર્ક સંભાળતા જીએસટીએનના ચીફ એકઝીકયુટીવ ઓફીસર પ્રકાશકુમારે જણાવ્યું હતું કે, અમે ટેકસ પેમેન્ટ ફોર્મ જીએસટીઆર-3બી માટે ઉપયોગમાં લેવાતા જીએસટીઆર-1 સેલ્સ રિટર્નના આધારે કર જવાબદારીના ડેટા આપવાની પણ શરુઆત કરી છે. કરદાતાના સપ્લાયર દ્વારા પુરા પાડવામાં આવેલી માહિતીના આધારે ઓટો જનરેટેડ ઈનવોઈસ-વાઈઝ ઈનપુટ ટેકસ ક્રેડીટ (આઈટીસી) સ્ટેટમેન્ટ પણ જીએસટી નેટવર્ક આપી રહ્યું છે.

આનો અર્થ એવો થયો કે મહિના માટે આઈટીસી કેટલી પ્રાપ્ય છે તે કરદાતા જાણી શકે છે. હાલમાં કર-જવાબદારી અને આઈટીસી અલગ પીડીએફ ડોકયુમેન્ટમાં આપવામાં આવે છે. બે મહિના પછી આ બન્ને ડેટાસેટ આપોઆપ જીએસટીઆર-3બી રિટર્નમાં જતા થશે.
બિઝનેસ-ટુ, બિઝનેસ (બીરબી) ઈનવોઈસ ડેટા અને નિકાસના ડેટા સાથે જીએસટીઆર-1 કનેકટ કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. આમ થતાં સેલ્સ રિટર્ન જીએસટીઆર-1થી જીએસટીઆર-3બીમાં ડેટા કોપી-પેસ્ટ કરવાની માથાકુટમાંથી કરદાતાઓને મુક્તિ મળશે.
આ પણ વાંચો : સુરત RTOમાં ફોર વ્હીલર માટે પસંદગીના નંબર ફાળવવા ઓનલાઈન રિ-ઓક્શન શરૂ થશે
જીએસટીએનમાં 1.26 કરોડ કરદાતા રજીસ્ટર્ડ છે, એમાંથી 1.07 કરોડ લોકોએ જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી ફાઈલ કરવા જરૂરી છે.
