મીડિયામા એવા સમાચારો આવી રહ્યા છે કે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 દરમિયાન ટીમ ઇન્ડિયામા બે ગ્રુપ બની ગયા હતા. ડ્રેસિંગ રૂમનો માહોલ પણ બરાબર ન હતો, હવે તેના પર નવી ચર્ચા બહાર આવી છે. CoA એ જણાવ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીના વચ્ચે મતભેદના સમાચાર ખોટા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના કામકાજ જોવા માટે સુપ્રીમ કોર્ટે ગઠિત અધિકારીઓ ભારતીય ક્રિકેટરોના વચ્ચે મતભેદના સમાચારોને ફગાવી દીધા છે. વિશ્વ કપથી ભારત બહાર થવાના પછીથી જ આવા સમાચારો આવી રહ્યા છે કે ટીમ ઇન્ડિયામા મતભેદ છે. એવી અફવાઓ ચાલે છે કે અમુક સિનિયર ખિલાડી એવું કહી રહ્યા છે કે એક ક્રિકેટર દ્વારા BCCI ના ‘ફેમિલી કલોઝ’ નુ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
વર્લ્ડ કપના સેમિફાઇનલથી બહાર થવા પછી ટીમ ઇન્ડિયામા કઈ પણ બરાબર નથી ચાલી રહ્યું. ગલ્ફ ન્યૂઝે પોતાની એક રિપોર્ટમા દાવો કર્યો છે કે ટીમ ઇન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપમા બે ગ્રૂપમા વિભાજીત થઈને રમી. પહેલું ગ્રુપ વિરાટ કોહલીનું હતું જયારે બીજું રોહિત શર્માનુ. રોહિત શર્માના ગ્રૂપના ખિલાડીયોને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના નિર્ણયો પસંદ ન આવ્યા. કેટલી વાર રોહિતે કોહલીના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી.
રોહિત સાથેના અણબનાવની વાતને નકારતાં કોહલીએ કહ્યું કે, મેં હંમેશાં રોહિતની પ્રશંસા કરી છે, કારણ કે તે સારો છે. અમારી વચ્ચે કોઈ ઇશ્યૂ નથી. મને નથી ખબર કે આ જુઠ્ઠાણા પાછળ કોણ કામ કરી રહ્યું છે. અમે ક્રિકેટને ઉપર લાવવા માટે કામ કરી રહ્યા છીએ. તમે ટીમને ટોચ પર લાવવા સખત મહેનત કરી અને ચાર વર્ષ પછી આપણે આ વિશે વાત કરી રહ્યા છીએ.
કોહલીએ વિન્ડિઝ પ્રવાસ પહેલાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મીડિયાએ જોવાની જરૂર છે કે આપણે કંઈક એવું બનાવી રહ્યા છીએ જે ત્યાં નથી. હવે સમય છે કે આપણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ ના કે એવા મુદ્દાઓ પર જે છે જ નહીં. અણબનાવ વિશેની ઘટનાઓ વાંચવામાં ખૂબ જ હાસ્યાસ્પદ છે . રમત પરથી ફોકસ હટાવી દેવામાં આવ્યું છે. બહાર બેઠા લોકો આવી ચીજો કરી રહયાં છે. અમે સિનિયર ખેલાડીઓ છીએ. લોકો ડ્રેસિંગ રૂમ વિશે જુઠ્ઠાણા અને કલ્પનાઓ બનાવી રહ્યા છે. તે અનાદર જેવી બાબત છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.