હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમમાં મતભેદ ચાલી રહ્યાં છે. ત્યાં જ હાલમાં વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જવાના પહેલાં ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથેના મતભેદોનો અસ્વીકાર કર્યો. તો ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોઈપણ પ્લેયર ટીમ કરતાં મોટો નથી.
ભારતીય ટીમના ઉપક્પ્તાન રોહિત શર્માએ હાલામાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, હું માત્ર પોતાની ટીમ માટે નહીં, પણ પોતાના દેશ માટે રમું છું.
વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જવાના પહેલા શાસ્ત્રીએ કહ્યું હતું કે, ટીમ જેવી રીતે રમે છે, એનામાં કોઈપણ પ્લેયર ટીમથી મોટો નહીં હોય. જેવી રીતે પ્લેયર રમે છે. એ ટીમના હિતમાં રમે છે. જો ટીમમાં વિવાદ હોત તો ટીમના પ્રદર્શનમાં પણ ફેરફાર જોવા મળતા.
આ પણ વાંચો : વિરાટ-રોહિત વચ્ચે અણબનાવની વાતને કોહલીએ ફુલસ્ટોપ લગાવ્યો, પણ કોચ મુદ્દે મૌન !
કોહલીએ ટીમના મતભેદના સમાચાર અંગે જણાવ્યું હતું કે, હું ઈમાનદારીથી કહું તો આ બહુ જ ખરાબ વાત છે. આવી વાતો વાંચવી નિરાશાજનક છે. આપણને ખોટું કહેવામાં આવી રહ્યું છે. આપણે સારી વસ્તુઓને જોતા નથી. આપણે પોતાના મગજમાં જે વિચારીએ છીએ. એને જ સત્ય ગણીએ છીએ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.