દેશની પ્રથમ ખાનગી તેજસ ટ્રેન આવતીકાલ એટલે 17 જાન્યુઆરીથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈ જવા રવાના થશે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ અને સીએમ વિજય રૂપાણી આ ટ્રેનને લીલીઝંડી આપશે. અમદાવાદથી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે ત્યારે આ ટ્રેનનો સુરત સ્ટેશન પર આવતાં વિરોધ કરાશે. રેલવે ખાનગીકરણનો સુરતમાં પ્રથમ દિવસે જ રેલવે મજદૂર સંઘ અને રેલ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવશે.

તેજસ ટ્રેનનું સંચાલન રેલવેનાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) કરશે। એટલે કે ટિકિટથી લઈને તમામ સુવિધા IRCTC જ આપશે.આ ટ્રેનને અમદાવાદ અને મુંબઈ વચ્ચે વડોદરા અને સુરત એમ બે સ્ટોપ આપવામાં આવ્યા છે.

આ ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જે ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડાવવામાં આવશે. 17 જાન્યુઆરીના તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે, પરંતુ પ્રવાસીઓ માટે આ ટ્રેન 19 જાન્યુઆરીથી ખુલ્લી મૂકાશે. આ ઉપરાંત પ્રથમ દિવસે જ તેજસ ટ્રેન હાઉસફુલ છે.
તેજસ ટ્રેનમાં ચેરકાર માટે 1300 થી 1400 રૂપિયા ચાર્જ લેવાશે. જ્યારે, એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2400 રૂપિયા રહેશે. જોકે, આ ટ્રેનમાં ડાયનામિક ફેર રહેશે.આ ટ્રેન અમદાવાદથી સવારે 6:40 કલાકે ઉપડશે અને બપોરે 1:10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. અને મુંબઈ સેન્ટ્રલથી 3:40 કલાકે ઉપડશે અને 9:55 કલાકે ફરી અમદાવાદ પહોંચશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.