ઊંઝા ઉમિયાધામમાં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી થી લઇ દિગ્ગ્જ નેતાઓ પાંચ દિવસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી પાટીદારો કુળદેવી માં ઉમિયાના દર્શનમાં હાજરી આપશે. તો ઉમિયા માતાના ઊંઝા ના ઇતિહાસ પર એક નજર કરીએ.

વ્રજપાલજી નામના રાજા જેઓ એક વાર પોતાનું રાજપાટ હારી ગયા. તેમણે માતા હરસિધ્ધિને માર્ગ સૂચવવા વિનંતી કરી માતાજીએ રાજાને તર્પણ કરવા માટે સિદ્ધપુર જવાનું કહ્યું ત્યાં રાજવાડામાંથી પસાર થવા મંજરુ લેવી પડતી હોય છે માટે રાજાએ માતાજીને તેમની સાથે આવવા વિનંતી કરી. પરંતુ માતાજીએ એમના સમક્ષ એક સરત મૂકી કે તેઓ તેમની પાછળ આવશે પરંતુ રાજાએ એકવાર પણ શંકા કરી પાછળ જોવું નહિ. રાજાએ સરત સ્વીકારી। માતાજી પાછળ પાછળ ચાલતા હતા અને રાજા તેમના ઝાંઝરના અવાજ સાંભળી આગળ ચાલતા હતા ત્યાં લાડોલ ગામ આગળ ઝાંઝરનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો ત્યાં રાજાએ પાછળ ફરી એક નજર કરી માતાજીએ તરત જ કહ્યું કે વત્સ, તું શરત ચૂક્યો અને હવે તે અહીંયા જ રહેશે.રાજા નિરાશ વદન માતાનું તર્પણ કરવા માટે સિદ્ધપુર ગયા.

પૂનમ ની રાત હતી પરત ફર્યા બાદ માતાજી ત્યાંજ રોકાઈ ગયા હતા. રાજા આકુળ વ્યાકુળ થઇ આમતેમ આંટા મારી રહ્યા હતા. આ સમયે માતાજી ત્યાં ઉમિયા સ્વરૂપે પ્રગટ થયા તેમણે રાજા ને કહ્યું કે તમે અહીં જ રોકાઈ જાવ અને ગામ વસાવો. રાજા ત્યાં જ રોકાઈ ગયા અને ઊંઝા નામનું ગામ વસાવ્યું અને ત્યાં ઉમિયા માતાનું મંદિર બનાવ્યું માતા ઉમિયાના મંદિરને લઈ અનેક વાતો ચર્ચાય છે

એવું પણ માનવામાં આવે છે કે કૂર્મીઓ અવાર નવાર ઘરમાં બેસાડેલ માતાજીના દર્શને આવતા હતા તેમણે ઉમિયા માતાજીને કુળદેવી તરીકે સ્વીકાર્યાં અને પૂજા-અર્ચના તથા નૈવેદ્ય કરવા લાગ્યાં હતાં. પછી મુસ્લિમ રાજ આવ્યું હતું અને મંદિર પર જોખમ આવ્યું હતું. કહેવાય છે કે માતાજીની મૂર્તિ છૂપાવવી પડે તેમ હતી. એક એવી વાત પણ છે કે વિક્રમ સંવત 1122/24 માં, વેગડા ગામીએ મંદિરનું નિર્માણ કર્યું. જે અલાઉદ્દીન ખિલજીના કમાન્ડર ઉલુઘ ખાન દ્વારા તોડી પાડવામાં આવ્યુ હતું. તે મંદિર હતું, જ્યાં હાલમાં મોલોટ પાંખ શેષશાય છે.માતાજીની મૂર્તિ કાળજીપૂર્વક મોલોટના મોટા માઢમાં સંરક્ષિત છે અને આજે ત્યાં એક ગોખ છે. તે માતાજીના મંદિરનો સાચો પાયો છે

વર્ષ 1960માં અમદાવાદના રામચંદ્ર મનસુખરામ નામના જ્ઞાતિબંધુએ પૈસા ઉઘરાવી 1 લાખ રૂપિયા ભેગા કર્યા અને વર્ષ 1865મા નવું મંદિર બનાવ્યું. જોકે, તે સમયે થોડું કામ બાકી રહી ગયું હતું. આ કામ પૂરું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શક્ય થયું નહિ ત્યાર બાદ ગાયકવાડ સરકાર આગળ આવી પરંતુ બીજું કોઈ આગળ આવ્યું નહિ પછી ખાનગી કારભારી લક્ષ્મણરાવે બહેચરદાસ લશ્કરી પર પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ યોગ્ય રકમ ભેગી કરશે તો ગાયકવાડ સરકાર દિલ ખોલીને મદદ કરશે. પત્ર મળ્યા બાદ 1883મા 9292 રૂપિયાનો ફાળો ભેગો કર્યો હતો. ગાયકવાડે 1500 રૂપિયા આપવાનો હુકમ કર્યો હતો. 1884મા દેશમાં વસતા કુર્મિઓ પાસેથી એક-એક રૂપિયો ઉઘરાવવાનું નક્કી થયું હતું. આ રીતે તે સમયે 25,068 રૂપિયા ભેગા થયા હતાં.

મંદિરની બહાર ધર્મશાળા બાંધવા માટે ત્રિકમદાસ બેચરદાસે મંદિર નજીક પોતાની જમીનનો ટુકડો આપ્યો હતો.1887મા મંદિર તથા ધર્મશાળા બીજી ફેબ્રુઆરીના રોજ મંદિર વિધિવત્ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ રીતે ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરની શરૂઆત થઈ હતી.

તે પછી 1894ની એડમાં, માનસરોવર બાંધવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણ માટે વર્ષ 1931મા આ ટ્રસ્ટની રચના થઈ હતી અને વર્ષ 1952મા આ ટ્રસ્ટ નંબર A/943મા નોંધાયેલી હતી.
આ પણ વાંચો : ઉમિયાધામમાં પાંચ દિવસના લક્ષચંડી મહાયજ્ઞમાં પાટીદારો આ રીતે રચશે ઇતિહાસ

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.