સમગ્ર વિશ્વમાં કાળ બનીને વ્યાપેલા કોરોના વાયરસે (corona virus) તમામ પ્રકારની આર્થિક પ્રવૃતિઓને અટકાવી દીધી છે. વિશ્વના દેશોએ કોરોના મહામારીને અટકાવવા લોકડાઉન (lockdown) જાહેર કર્યું હતું જેના કારણે આર્થિક પ્રવૃતિઓ અટકી જતા દુનિયા પર ભૂખમરાનુ ગંભીર સંકટ પણ ઉભુ થઈ રહ્યુ છે. જેની સૌથી વધુ અસર રોજ કમાઈને રોજ ખાનારા લોકોને થઇ છે.

આ અંગે UNએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોરોના મહામારીને અટકાવવા માટે જાહેર કરાયેલા લોકડાઉનમાં ઘણા સ્થળોએ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ ભૂખમરાના કારણે વિશ્વમાં દર મહિને 10000થી વધારે બાળકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તે ઉપરાંત કોરોના મહામારીના કારણે વધતા જતા કુપષોણના દુરોગામી પરિણામો ખતરનાક હશે. કોરોના મહામારીમાં સર્જાયેલી અન્નની અછતના ગંભીર પરિણામો આ વર્ષના અંત સુધી જોવા મળશે. જેમાં ખાસ કરીને લેટિન અમેરિકાથી લઈને દક્ષિણ એશિયા અને આફ્રિકાના દેશો જે અગાઉથી જ ગરીબીનો શિકાર છે, તેમની સ્થિતિ વધુ કપરી બનશે.
આ પણ વાંચો : દેશમાં કોરોનાના સચોટ આંકડા આપવામાં આ રાજ્ય રહ્યું છે ટોપ પર, આ 2 રાજ્યોને મળ્યું સૌથી નીચલું સ્થાન
હાલમાં, આફ્રિકાનો દેશ સુડાન ત્યાંના 96 લાખ લોકો એવા છે જેમને દિવસમાં એક જ સમય ભોજન મળે છે. ત્યાં લોકડાઉનના કારણે લોકોની આવક બંધ થતા ઘણી તકલીફ વેઠી રહ્યા છે. તે ઉપરાંત ત્યાં જરુરિયાતની વસ્તુઓની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે.
