કોરોના વાયરસને લઇ દેશમાં લગાવવામાં આવેલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન મોકલવા સરકાર દ્વારા સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી. ત્યાર બાદ બે મહિના પછી દેશભરમાં હવાઈ સેવા સારું કરવામાં આવી. આ બધા વચ્ચે ટ્રેને થઇ થયેલી ખેંચતાણ પછી હવે હવાઈ સેવાને લઇ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે.
કોરોનાની બગડતી સ્થિતિને જોઈ કેટલાક રાજ્યો એરપોર્ટ્સ ખોલવાની મંજૂરી આપવા આતુર નથી. જોકે, કેન્દ્ર અને રાજ્યોની આ ખેંચતાણ વચ્ચે સોમવારે ૫૩૨ ફ્લાઈટ્સે ઉડ્ડયન કર્યું જ્યારે ૬૩૦ ફ્લાઈટ્સ રદ થઈ હતી.
630 ફ્લાઇટો રદ થઇ

સ્થાનિક હવાઈ સેવા શરૂ કરવાને લઇ કેન્દ્ર સરકારે રવિવારે મોદી રાતે જાહેરાત કરી હતી. જેના માટે કેટલાક રાજ્યો એરપોર્ટ ખોલવા આતુર ન હોવાના કારણે 630 ફ્લાઇટો રદ કરવી પડી હતી. કેન્દ્રે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કોપણ ફ્લાઈટનું સંચાલન નહીં થાય અને મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ જેવા મોટા એરપોર્ટ પર મર્યાદિત પ્રમાણમાં જ કામગીરી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગના કડક નિયંત્રણો હેઠળ ફ્લાઇટ ઉડાન ભરી હતી.
આ રાજ્યોએ ન આપી હતી મંજૂરી

મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા રાજ્યો સ્થાનિક સ્તરે કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી સ્થાનિક ઉડ્ડયન સેવા માટે તેમના એરપોર્ટ્સ ખોલવા મંજૂરી ન આપી. પશ્ચિમ બંગાળ સરકારે જણાવ્યું હતું કે તેના એરપોર્ટ્સ પર ગુરુવારથી ક્રમશઃ મંજૂરી આપવામાં આવશે. આંધ્ર પ્રદેશ સરકારે પણ સોમવારે કોઈ ફ્લાઈટ્સને મંજૂરી આપી ન હતી.
આ પણ વાંચો : વાહનોના રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી, લાઇસન્સ માટેની સમયમર્યાદામાં વધારો
