મોહાલીમાં આગામી 4 માર્ચથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ યોજાનાર છે. જોકે, આ મેચના 3 દિવસ પહેલાં બીસીસીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેસ્ટ મેચ વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ છે. આ ટેસ્ટ સીરિઝને ખાસ બનાવવા માટે બીસીસીઆઈ દ્વારા કોહલીના ચાહકોને ગમે તેવો નિર્યણ લેવામાં આવ્યો છે.

પીસીએ (પંજાબ ક્રિકેટ એસોસિએશન)ના ટ્રેઝરર આરપી સિંગલાએ જણાવ્યું કે ‘બીસીઆઈ દ્વારા અમને પહેલી મેચ માટે 50 ટકા ઓડિયન્સ બેસાડવાની મંજૂરી મળી છે. અમે બુધવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ કરીશું. ટિકિટ કાઉન્ટર પર ભીડ હોવાના કારણે અમે ઓનલાઇન સેલ કરીશું. ચાહકો વિરાટને 100મી મેચ રમતા જોઈ શકશે.
પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પણ મહારથી છે. કોહલીએ 99 ટેસ્ટમાં 168 ઈનિંગ રમી છે. 50 એવરેજથી કોહલીએ 7962 રન બનાવ્યા છે અને 27 સદી અને 28 ફિફ્ટી ફટકારપી છે જોકે, વર્ષ 2019 પછી કોહલી ઈન્ટરનેશનલ ટેસ્ટમાં સદી મારી શક્યો નથી ત્યારે વિરાટના ચાહકો આ રેકોર્ડમાં 100 રનની ઈનિંગ ઈચ્છી રહ્યા છે. મોહાલી સ્ટેડિયમની કેપેસિટીને જોતા આશરે 13,000 દર્શકો પહેલી ટેસ્ટ મેચ નિહાળી શકશે. ટેસ્ટમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધના કારણે ચાહકો નારાજ હતા પરંતુ હવે કોરોનાની લહેર શાંત થતા આ નિર્ણય કરી લેવામાં આવ્યો
છે.