સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો આતંક ફેલાઈ ગયો છે. હાલમાં સંક્રમિત થયેલા દર્દીઓને ઝડપથી સારા કરવામાટે ઘણી દવાઓના ટ્રાયલ ચાલી રહ્યા છે. પરંતુ, હાલમાં પૂર્ણતઃ સફળતા મળી નથી. ડોક્ટરો એન્ટિબાયોટિક દવાની સાથે આયુર્વેદનો દવા પર પણ ટ્રાયલ કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (એઆઈઆઈએ) એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. જેમાં આ બંને સંસ્થાઓ સાથે મળીને પરીક્ષણ કરશે. નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઈઓ ગિરીશ સોમાને કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે લીમડો કોરોના વાયરસના નિવારણમાં અસરકારક એન્ટિવાયરલ દવા સાબિત થશે.

આ પરીક્ષણમાં ચકાશવામાં આવશે કે, લીમડો કોરોના સામે લડવામાં કેટલો કારગર છે. આ પરીક્ષણ ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે. આ પરીક્ષણમાં AIIAના ડિરેક્ટર ડો.તનુજા નેસારી મુખ્ય પરીક્ષણકર્તા રહેશે અને સાથે ESIC હોસ્પિટલના ડીન ડૉ.અસીમ સેન પણ રહેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે.
આ પણ વાંચો : અમેરિકાની કોરોના વેક્સીનના સામે આવ્યા સારા પરિણામ, આટલા ટકા ઈમ્યૂનીટીમાં કરે છે વધારો
આટલા લોકો પર થશે પરીક્ષણ
આ પરીક્ષણ 250 લોકો પર થશે. આ રિસર્ચમાં જાણવા મળશે કે, કોરોના સામે લીમડાની કેપ્સ્યુલ્સ કેટલી અસરકારક છે. આ પરીક્ષણ માટે લોકોની પસંદગી કરવાની શરૂઆત થઇ ગઈ છે. આ પરીક્ષણમાં 125 લોકોને લીમડાની કેપ્સ્યુલ આપવામાં આવશે, જ્યારે 125 લોકોને ખાલી કેપ્સ્યૂલ ખાવા માટે આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ દર્દીઓની 28 દિવસ સુધી તપાસ કરવામાં આવશે અને દવાઓની થયેલી અસરને સમજવામાં આવશે.
