દિવાળીના કારણે ટેક્સટાઈલ માર્કેટમાં તેજી આવી છે. જેના કારણે ટ્રકોમાં પાર્સલો વધારે જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં રોજના 100 ટ્રકોમાં પાર્સલ જતા હતાં તે હવે 350 જેટલા ટ્રકોમાં પાર્સલ જઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેર પછી ટેક્સટાઈલ માર્કેટ એકદમ ધીમું પડી ગયુ હતું. પરંતુ દિવાળી નજીક આવતાની સાથે જ હવે ટેક્સટાઈલ માર્કટમાં તેજી જોવા મળી રહી છે. હોળી, ધૂળેટી, રક્ષાબંધન, ઈદ જેવા તહેવારોમાં પણ ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર ઓછો થયો હતો. ત્યારે હવે દિવાળીના દિવસોમાં માર્કેટમાં તેજી આવી છે.
કોરોનાને કારણે દેશના અનેક રાજ્યોની મંડીઓ બંધ હતી તેના કારણે ડિમાન્ડ ઘટી હતી. પરંતુ હાલ દેશના તમામ રાજ્યોની મંડીઓ ખુલી જતા વેપાર વધ્યો છે. પહેલાં 100 જેટલા ટ્રક જ પાર્સલો લઈને જતા હતાં. જે હવે રોજના 350 જેટલા ટ્રકો પાર્સલ લઈને સુરતથી અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે.
સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલે કહે છે કે, ‘હાલ કોરોના હળવો થતાં દેશની તમામ મંડીઓ ખુલી ગઈ છે. જેના કારણે સુરત શહેરમાંથી પાર્સલો જવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર હોવાથી ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી આવી છે અને વધારે પાર્સલો જઈ રહ્યા છે.