કોરોનાના કહેરને પગલે યુનિવર્સિટી અને કોલેજોનું શૈક્ષણિક સત્ર વિલંબમાં પડયું છે. હવે 1 નવેમ્બરથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે. જો કે મહિનાઓના વિલંબને પગલે દિવાળી અને આગામી ઉનાળાના વેકેશનમાં કાપ મુકવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ નિષ્ણાંતોની સમિતિના માર્ગદર્શનના આધારે આ નિર્ણય લીધો છે.
યુજીસીનું નવુ શૈક્ષણિક સત્ર 1 નવેમ્બરથી શરૂ
- તમામ યુનિવર્સિટી અને કોલેજોને એડમિશન પ્રક્રિયા 31 ઓકટોબર સુધીમાં પુર્ણ કરવા આદેશ
- અગાઉ યુજીસીએ 1 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું, કોરોનાના કારણે નિર્ણય પડતો મુકાયો હતો
- શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાની તૈયારી માટે એક અઠવાડીયાનું વેકેશન
- પરીક્ષા 8 માર્ચથી 26 માર્ચ દરમિયાન પુર્ણ કરી લેવામાં આવશે
- માર્ચ 27 અને 4 એપ્રિલ વચ્ચે સેમેસ્ટર બ્રેક આપવામાં આવશે
- નવુ સેમેસ્ટર 5 એપ્રિલથી શરૂ કરવામાં આવશે
- ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો બીજો બ્રેક, પછીના બે સપ્તાહમાં પરીક્ષા યોજાશે

આર્કિટેક્સ્ચર કોર્સ માટે એડમિશન પ્રક્રિયા શરુ
- આર્કીટેકચરના ડિગ્રી કોર્સ માટે રાજયની 1600 બેઠકો માટે એડમિશનની પ્રક્રિયા શરૂ
- રજીસ્ટ્રેશન માટે ડોકયુમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર
- મેરીટ લિસ્ટ 5 ઓકટોબરના રોજ જાહેર કરાશે જે પછી મોક ટેેસ્ટ યોજાશે
- 17 ઓકટોબરથી 21 ઓકટોબર દરમિયાન એડમિશન આપવામાં આવશે
- અંતિમ મેરીટ લિસ્ટ 22 ઓકટોબરના રોજ જાહેર થશે
બીકોમના અંતિમ વર્ષની પરીક્ષાનું પરીણામ હજુ જાહેર થવાનું બાકી છે. છતાં ગુજરાત યુનિવર્સિટીએ એમકોમના એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રનાં શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે ટિવટર પર શૈક્ષણિક સત્રમાં ફેરફાર કરાયો હોવાની માહિતી આપી હતી. યુજીસીએ પ્રથમ વર્ષ અન્ડર ગ્રેજયુએટ તથા યુનિવર્સિટીઓનાં પોસ્ટ ગ્રેજયુએટ વિધાર્થીઓ માટે નિષ્ણાંતોની સમિતિએ ઉપરોકત ફેરફારો મંજૂર કર્યાનું પોખરીયાલે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ફિલ્મ પછી ટીવીનો વારો, આ ટીવી એક્ટર્સના ઘરે NCBની રેડ
