તમામ એરલાઈન્સને કેન્દ્ર સરકારે મુસાફરો માટે ભોજન પીરસવાની મંજૂરી આપી છે. ફ્લાઈટમાં ભોજન પીરસવાની મંજૂરી મળતાં એરલાઈન્સે તેની તૈયારી શરુ કરતા કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરોને હવે પ્રિ-પેક્ડ સ્નેક્સ, મીલ અને બેવરેજિસ મળી શકશે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી યાત્રીઓ માટે આ સાવધાનીઓ રાખવી જરૂરી છે. અત્યાર સુધી મુસાફરો માટે મીલ સર્વિસ નહોતી. મુસાફરો ફ્લાઈટની અંદર કંઈપણ ખાઈ શકતા નહોતા. નવા SOP બાદ એરલાઈન્સ પ્રી-પેક્ડ સ્નેક્સ/ મીલ્સ/ ડ્રિન્ક્સ મુસાફરોને પીરસી શકાશે. આ ઉપરાંત ભોજનની સામગ્રી માત્ર ડિસ્પોસેબલ પ્લેટ, કટલરી અને ગ્લાસમાં આપી શકાશે, જેને ફરી ઉપયોગમાં નહીં લઈ શકાય. ક્રૂ મેમ્બર્સ મુસાફરોને ભોજન પીરસશે તો તેમને દરેક વખતે હેન્ડ ગ્લોવ્ઝ બદલવા પડશે.

IndiGo મેન્યૂ
લાઇટ મીલનું ઓપ્શન- IndiGoના મેન્યૂમાં વેજ અને નોનવેજ સેન્ડવીચની સાથે કુકીઝ કે કેશ્યૂ બોક્સનો ઓપ્શન છે. પરંતુ સ્નેક્સ માટે પ્રિ બુકિંગ જરૂરી છે.
Air India મેન્યૂ
ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ગરમ ભોજન, ડ્રિન્ક્સ મળશે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં લાઈટ મીલ પીરસવામાં આવશે. નોનવેજ અને સ્પેશિયલ મીલની સુવિધા નહીં મળે.
SpiceJet મેન્યૂ
13 સપ્ટેમ્બરથી મીલ સર્વિસ શરૂ થશે. માત્ર પ્રી-બુકિંગનું ઓપ્શન છે. સેન્ડવીચ, નૂડલ્સ ઉપરાંત છોલે, પરોઠા મળશે. બેવરેજની પણ પૂરી રેન્જ છે. તેની સાથે જ ગુડીઝ બેગનો પણ વિકલ્પ છે.
