ડિસેમ્બર 2019માં ગાડીના વેચાણમાં ઘટાડો આવ્યો છે. લગભગ બધા જ પ્રકારની ગાડીઓના વેચાણમાં ઘટાડો થયો છે. કારોના વેચાણમા 8.7% ઘટાડો થયો છે. ડિસેમ્બર 2019માં 1,42,126 યુનિટ કારોનું વેચાણ થયું છે Society of Indian Automobile Manufacturers(SIAM) ના આંકડા મુજબ 2018ની તુલનામાં 2019માં યાત્રી વાહનોના વેચાણમાં 1.24%નો ઘટાડો આવ્યો છે. 2018માં 2,38,753 યુનિટ વાહનો વેચાય હતા ત્યારે 2019માં 2,35,786 યુનિટ વેચાયા છે.

મોટોરબાઇક્સના વેચાણમાં પણ ઘટાડો થયો છે. જેમાં 12.01%નો ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં 6,67,819 મોટોરબાઇક વેચાઈ। જયારે ટુ વ્હીલર વેચાણ ડિસેમ્બરમાં 16.6% ઘટ્યું
SIAMના રિપોર્ટ મુજબ કેટેગરીમાં વાહનોના વેચાણમાં ડિસેમ્બરમાં 13.08% ઘટાડો થયો હતો. ડિસેમ્બર 2019માં 14,05,776 ગાડીઓ વેચાઈ જયારે છેલ્લા વર્ષે 16,17,398 ગાડીઓ વેચાઈ હતી. 2018માં યાત્રી વાહનોના વેચાણમાં 33,94,790 રહ્યું. જયારે 2019માં 12.75% ઘટીને 29,62,052 થયું। 2018માં 2,67,58,787 યુનિટની તુલનામાં 2019માં આ જ દોરમાં વેચાણ 13.77% ઘટીને 2,30,73,438 યુનિટ રહ્યું.
આ પણ વાંચો : છેલ્લા 20 વર્ષમાં જે નથી થયું તેવી મંદી આ વખતે આવી, ઓટો સેક્ટરના આંકડા જ કહી રહ્યા છે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.