ગુરુવારે સવારે ઓલપાડના માસમા ગામમાં ઇન્ડિયન ઓઇલ કંપનીની એક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં અચાનક બ્લાસ્ટ થતા એક પછી એક ટ્રકમાં મૂકેલા સિલિન્ડર બ્લાસ્ટ થવા લાગ્યા. આ આગમાં એક સ્કૂલની બસ ફસાઈ હતી.

આગે સ્કૂલ બસને પણ પોતાની લપેટમાં લઇ લીધી હતી. બસમાં 26 બાળકો શાળાએ જઈ રહ્યા હતા.

સ્કૂલ બસના ડ્રાઇવર અનંત પટેલ અને કંડક્ટર રમેશ પટેલે પોતાના જીવની પરવા ન કરી જવાબદારી સાથે તમામ 26 બાળકોને બાહર કાઢી તેઓના જીવ બચાવ્યા હતા. આવા બહાદુર કાર્ય માટે બાદ સ્કૂલ બસના ડ્રાઈવર અનંત પટેલ તેમજ કંડક્ટર રમેશ પટેલને સ્કૂલ સંચાલકો દ્વારા સન્માનિત કરાશે.

ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ડ્રાઇવર અનંત પટેલને 26 જાન્યુઆરીના રોજ બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બંનેનું સન્માન કરવામાં આવશે. એટલું જ નહીં સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતા બ્રેવરી એવોર્ડ માટે પણ ડ્રાઇવર અને કંડક્ટરનાં નામ મોકલવાનું નક્કી કરાયું છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.