એક સ્ટડી મુજબ ગરમી કોરોના વાયરસનું કઈ નહિ બગાડી શકે. ગરમ વાતાવરણથી કોરોના નથી જવાનો। એ એવી જ રીતિ દુનિયામાં પોતાનો કહેર ચાલુ રાખશે. દુનિયાભરમાં થયેલી આ સ્ટડીમાં 144 દેશો સામેલ છે. એમાં મુખ્ય રૂપથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો સામેલ છે. આ સ્ટડી કેનેડિયન મેડિકલ એસોશિયેશન જર્નલમાં પ્રકાશિત થઇ છે. આ સ્ટડીમાં ચીન, ઇટલી, ઈરાન અને સાઉથ કોરિયાને હટાવવામાં આવ્યું છે કારણ કે અહીં કેસ ઘણા વધુ છે અથવા ઘણા ઓછા છે.
ગરમી અને ઉમસથી આ વાયરસને નહિ રોકી શકાય

કેનેડાના સેન્ટ માઈકલ હોસ્પિટલ અને ટોરંટો યુનિવર્સીટીના રિસર્ચર પીટર જુનીએ જણાવ્યું કે અમારી સ્ટડી કોરોના વાયરસને દુનિયાભરમા રોકવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોમાં સામેલ કરવામાં આવી છે. જેથી એ જાણી શકાય કે આ બીમારી ફેલાવાની અને રોકવાનો દર જાણી શકાય। પીટર જુનીએ જણાવ્યું કે અમે 7 માર્ચથી 13 માર્ચ સુધી આખી દુનિયામાં ઊંચાણ, તાપમાન, ઉમસ, બંધ સ્કૂલ, પ્રતિબંધો, સામુહિક આયોજનને સંક્રમણ સાથે જોડીને વિશ્લેષણ કર્યું તો જાણવા મળ્યું કે ગરમી અને ઉમસનું આ વાયરસને રોકવા સાથે કોઈ સંબંધ નથી.
લોકડાઉન કામ આવ્યું

પરંતુ બધું બંધ હોવું અને સોશિયલ ડિસ્ટન્સ કામ આવ્યું છે. એના કારણે કોરોના ઘણું રોકાયું છે. આ અભ્યાસ કરવા વાળા બીજા રિસર્ચર પ્રોફેસરે ડિયોની જેસીન્કએ કહ્યું કે ગરમીના મોસમથી કોરોના ડરવાનો નથી. તેઓએ કહ્યું કે, સારું હશે જો લોકો ઘરમાં જ રહે સોશિયલ ડિસ્ટન્સ અને હાઇજીનનું ધ્યાન રાખે। જેટલું વધુ આ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવશે તેટલી જ દુનિયા સુરક્ષિત રહેશે અને એના પર રહેતા મનુષ્યો.
આ પણ વાંચો : બેલારુસમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ પરત લાવવાની વાલીઓની માંગ, પક્ષ વિપક્ષ બધાને કરી રજૂઆત
