નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યુ કે 21 ઓક્ટોબરે ભારતે અસાધારણ લક્ષ્ય મેળવ્યુ છે, તેમણે કહ્યુ કે 100 કરોડ વેક્સીનેશનના ડોઝ માત્ર એક આંકડો નથી પણ એક નવા અધ્યાયની શરૂઆત છે. પીએમ મોદીએ કહ્યુ કે ભારતનું પુરૂ વેક્સીનેશન પ્રોગ્રામ વિજ્ઞાનની કોખમાં જન્મ્યુ છે, વૈજ્ઞાનિક આધારો પર ઉછર્યુ છે અને વૈજ્ઞાનિક રીતોથી ચારે દિશામાં પહોચ્યુ છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે ભારતનું આખુ વેક્સીનેશન પ્રોગ્રામ, Science Born, Science Driven અને Science Based રહ્યુ છે.
ભારતની અર્થવ્યવસ્થાને લઇને વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યુ કે Experts અને દેશ-વિદેશની અનેક એજન્સી ભારતની અર્થવ્યવસ્થાને લઇને સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં માત્ર Record Investment જ નથી આવી રહ્યુ પણ યુવાઓ માટે રોજગારની નવી તકો પણ ઉભી થઇ રહી છે. Start-Upsમાં રેકોર્ડ ઇન્વેસ્ટમેન્ટની સાથે જ રેકોર્ડ સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન બની રહ્યુ છે. જેમ સ્વચ્છ ભારત અભિયાન, એક જનઆંદોલન છે, તેવી રીતે જ ભારતમાં બનેલી વસ્તુ ખરીદવી, ભારતીયો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુ ખરીદવી, Vocal For Local હોવુ, આ આપણા વ્યવહારમાં લાવવુ પડશે.
પીએમ મોદીએ કહ્યુ કે હું તમને ફરી એમ કહીશ કે આપણે દરેક નાની નાની વસ્તુ, જે મેડ ઇન ઇન્ડિયા હોય, જેને બનાવવામાં કોઇ ભારતવાસીએ પરસેવો વહાવ્યો હોય, તેને ખરીદવા પર ભાર આપો અને આ બધાના પ્રયાસથી જ સંભવ છે. સૌને સાથે લઇને દેશે સૌને વેક્સીન- મફત વેક્સીનનું અભિયાન શરૂ કર્યુ. ગરીબ-અમીર,ગામ-શહેર, દૂર અંતરિયાળ, દેશનો એક જ મંત્ર રહ્યો છે કે જો બીમારી ભેદભાવ નથી કરતી, તો વેક્સીનમાં પણ ભેદભાવ ના હોઇ શકે. માટે આ સુનિશ્ચિત કરવામાં આવ્યુ કે વેક્સીનેશન અભિયાન પર વીઆઇપી કલ્ચર હાવી ના થાય.
કોરોના મહામારીની શરૂઆતમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભારત જેવા લોકતંત્રમાં આ મહામારી સામે લડવુ ઘણુ મુશ્કેલ હશે. ભારત માટે, ભારતના લોકો માટે એવુ પણ કહેવામાં આવતુ હતુ કે આટલો સંયમ, આટલુ અનુશાસન અહી કેવી રીતે ચાલશે? પરંતુ આપણા માટે લોકતંત્રનો અર્થ છે-સૌનો સાથ.