ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે હવે તમામ તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે તેના કાર્યક્રમ પહેલાં નવો ફેરફાર આ સિઝન જોવા મળી શકે છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે શુક્રવારે જણાવ્યું કે, IPL-2022 26 માર્ચથી શરૂ થશે અને 29 મે સુધી ચાલશે. તેમજ 15મી સીઝનમાં હવાઈ યાત્રાથી બચવા માટે એક બાયો-બબલ વાતાવરણમાં ટુર્નામેન્ટ રમાશે તેવી માહિતી આપી હતી. આ સાથે જ IPL-2022 માટે ગ્રુપની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
🚨 NEWS: Key decisions taken in IPL Governing Council meeting regarding #TATAIPL 2022 Season.
— IndianPremierLeague (@IPL) February 25, 2022
Tournament to commence on March 26, 2022. Final on May 29, 2022.
7⃣0⃣ league matches to be played across 4⃣ venues in Mumbai & Pune. Playoff venues to be decided later.
Details 🔽
IPL-2022ની 70 લીડ મેચ મુંબઈ અને પુણેમાં 4 સ્ટેડિયમમાં રમાશે. જેમાં વાનખેડે સ્ટેડિયમ, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 20-20 મેચ રમાશે, જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમ, એમસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પુણેમાં 15-15 મેચ રમાશે. તમામ ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 4-4 મેચ રમશે. જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમ અને એમસીએમાં 3-3 મેચ રમશે. આ વખતે કુલ 10 ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. પ્લેઓફના સ્થળની જાહેરાત પાછળથી કરવામાં આવશે.
દરેક ટીમ 5 ટીમો સામે 2 વખત રમશે, બાકી 4 ટીમોનો સામનો માત્ર એકવાર થશે. આ માટે ટીમોના બે ગ્રુપ પાડવામાં આવ્યા છે. એટલે કે દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય 4 ટીમ સામે 2-2 મેચ રમશે, ત્યારબાદ બીજા ગ્રુપની 4 ટીમ સામે એક મેચ અને બાકીની એક ટીમ સામે 2 મેચ રમશે. આ દરેક ટીમ કુલ 14-14 મેચ રમશે. પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં રહેનારી ટીમ પ્લેઓફમાં પહોંચશે.
કયા બે ગ્રુપ રહેશે

ગ્રુપ-Aમાં : મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામેલ છે.
ગ્રુપ-Bમાં : ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ સામેલ છે.