કોરોના સંકટના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલુ છે અને લોકોને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇનનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી પોતે જ આ નિયમોનું પાલન નથી કરી રહ્યા.
સાંસદ મનોજ તિવારી રવિવારે સોનિપતના ગન્નોરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા. તે પણ વગર માસ્કએ ક્રિકેટ રમતા જોવા મળ્યા. ત્યાર પછી તેમણે સોશિયલ ડીસ્ટન્સના નિયમની પણ ધજીયા ઉડાવી નાખી. ક્રિકેટ મેચ રમવા પહોંચેલ મનોજ તિવારીએ ત્યાં હાજર લોકોને ગીત પણ સંભળાવ્યું.
ટ્વીટર પર વિડિયો શેર કર્યો
ક્રિકેટ મેચ રમતા સાંસદ મનોજ તિવારીએ એક વીડિયો પણ પોતાના ટ્વિટર અકાઉન્ટથી શૅર કર્યો અને લખ્યું, ‘ઇશ્વર સૌને ખેલ ભાવનાથી ઓતપ્રોત રાખે… સૌ સ્વસ્થ રહે…સૌની ઇમ્યુનિટી મજબુત રહે.’ આ ઘટનાની ફોટો સામે આવ્યા પછી સોનીપત પ્રસાસન પર સવાલ ઉભા થઇ રહ્યા છે. અને મનોજ તિવારી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે.
મનોજ તિવારીએ આપી સફાઈ

મનોજ તિવારીએ સફાઈ આપતા કહ્યું કે મેં માસ્ક પહેર્યું હતું. પરંતુ ગ્રાઉન્ડ પર ન લગાવ્યું હતું. કારણ કે, ફિલ્ડ પર લોકો દૂર દૂર જ રહે છે. તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં વગર લોકોએ રમત શરુ થઇ ગઈ છે , માટે કઈ ખોટું ન ફેલાય. તેઓએ સાથે જ કહ્યું ક્રિકેટ મેચમાં આવેલ બધા લોકોનું હેલ્થ ચેકઅપ થયું હતું. વગર ઓડિયન્સે મેચ રમવાની પરમિશન આપવામાં આવી છે, ક્રિકેટ તો સોશિયલ ડિસ્ટેંસીન્ગની રમત છે.
શું છે ઘટના ?

મનોજ તિવારી રવિવારે સોનિપતના યૂનિક ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ એક ટીમની તરફથી મેચ રમી હતી. આ દરમિયાન લેવામાં આવેલી તસવીરોમાં તેઓ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : વર્ષો જૂની પરંપરા તૂટી, બીજી વખત ઈદના દિવસે નહિ રિલીઝ થઇ સલમાન ખાનની ફિલ્મ
