લોકડાઉનના કારણે અલગ અલગ રાજ્યોમાં પરપ્રાંતીયો ફસાયેલા છે જેને મોકલાવ કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માટે સમગ્ર રાજ્યમાં નોંધણી કરવામાં આવી હતી. ત્યારે સુરતથી મજૂરોને ઓડિસા મોકલવા બે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે બસ દ્વારા વારાણસી જવા નીકળેલા મજૂરોને રાજ્યની બોર્ડર પર જ અટકાવી દેતા સુરત પરત ફર્યા છે.
મધ્ય પ્રદેશની સરહદ પરથી પરત મોકલાવ્યા

સુરતથી 4 બસ વારાણસી જવા નીકળી હતી.ચાર બસમાં કુલ 200 જેટલી શ્રમિકો સવાર હતા આ તમામ લોકોને મધ્ય પ્રદેશની સરહદ પરથી પરત મોકલવામાં આવ્યા છે. આ તમામ લોકો સચિન જીઆઈડીસી ખાતેથી નીકળ્યા હતા. જરૂરી મંજૂરી હોવાથી બસોને મધ્ય પ્રદેશની સરહદ સુધી જવા દેવામાં આવી હતા. પછી ત્યાંથી રોકી દેવામાં આવી હતી. અને કહેવામાં આવ્યું હતું કે હાલ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન માટે જ મંજૂરી મળી છે. ઉત્તર પ્રદેશની મંજૂરી રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને સ્વીકારવા આ પાંચ રાજ્યોએ કરી મનાઈ

આ અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે, રાત્રે બે વાગ્યાની આસપાસ અમારી બસને રોકી ત્યાર પછી અમારે પરત ફરવું પડ્યું હતું. અમારી પાસે મંજૂરી હોવાથી પોલીસે રસ્તામાં તમામ જગ્યાએથી બસને જવા દીધી હતી. અમે રૂમ ખાલી કરીને નીકળ્યા હોવાથી હવે અમારી પાસે રહેવા માટે કંઈ નથી.
આ પણ વાંચો : વિજય નેહરાએ કહ્યું, લોકડાઉનનો સંપૂર્ણ પાલન થશે તો આ તારીખ સુધીમાં આવી જશે કોરોના કાબુમાં
