સુરત કાપડ માર્કેટ માટે ઓળખાય છે. સુરતના રઘુવીર માર્કેટમાં લાગેલી ભીષણ આગ પહેલા પણ શહેરના વિવિધ કાપડ માર્કેટોમાં આગ લાગ્યાના કિસ્સાઓ બની ચુક્યા છે. રઘુવીર માર્કેટમાં લાગેલી આગે 2014માં લાગેલી પુણા કુમ્ભાળીયા રોડ પર આર્ચિડ ટાવરમાં લાગેલી આગની યાદ તાજા કરી દીધી.
શહેરમાં ક્યારે અને કયા-કયા માર્કેટમાં લાગી છે આગ
29 મેં 2014 પુણા કુમ્ભાળીયા રોડ પર આવેલ આર્ચિડ ટાવરમાં ભીષણ આગ માં સાતમો માળ આગની ચપેટમાં આવી ગયો હતો. આગમાં કોઈનો જીવ તો ન ગયો પરંતુ કરોડોનું નુકસાન થયું હતું.
23 એપ્રિલ 2014, લેન્ડમાર્ક બિલ્ડીંગ

પાટિયા પાસે આવેલ લેન્ડમાર્ક બિલ્ડિગમાં ભીષણ લાગેલી આગમાં લગભગ 600 થી 700 લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. 138 જેટલા લોકોને ફાયરની ટીમે બચાવી લીધા હતા. જીવ બચાવવા ઉપર થી કુદેલા ત્રણ મજૂરો માંથી 1ની મોત થઇ ગઈ હતી. ઘટના પછી બિલ્ડિંગ અને એસોશિયેશનના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ થઇ હતી.
3 મેં 2014 કોહિનૂર માર્કેટ

રિંગરોડ સ્થિત કોહિનૂરમાં સવારે લાગેલી આગે ફરી એક વાર ફાયર સેફટી પર સવાલ ઉભા કરી દીધા હતા. માર્કેટમાં લાગેલી આગમાં કોઈ પ્રકારની જાનહાનીતો ન થઇ પરંતુ લાખોનું નુકસાન થયું હતું.
