રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે રાજ્યની તમામ શાળા કોલેજો બંધ છે. આ કપરા સમયે વિધાર્થીઓના અભ્યાસમાં ઘણું નુકશાન થયું છે. ગુજરાતના વિધાર્થીઓની સ્કિલ વિકસાવવા સરકારે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટર શરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે.

આવતી કાલે તા. 14/10/20ના બપોર 3 વાગે એક વર્ચ્યુઅલ ઇવેન્ટ રાખી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરનું ઉદ્દઘાટન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવશે. આ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરના કોર્ડીનેટર તરીકેની જવાબદારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના અધ્યક્ષ ડો.મીહીરભાઈ રાવલને સોંપાઈ છે.
આ પણ વાંચો : ભારતને થયેલા નુકશાન અંગે વર્લ્ડ બેંકે કર્યો ચોંકાવનારો ખુલાસો
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્મા, ઉચ્ચ શિક્ષણના ડાયરેકટર એમ. નાગરાજન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી, સીન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી ઉપસ્થિત રહેશે.
