દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) એ 11 વર્ષની બાળકીમાં કોવિડ 19 કારણે જ્ઞાનતંતુને નુકશાન થતાં તેની દ્દષ્ટિ ઝાંખી પડી હોવાનો પ્રથમ કેસ જાહેર કર્યો છે. ચાઈલ્ડ ન્યુરોલોજી ડિવીઝન તેની આરોગ્ય સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે અને એ ટુંકમાં જાહેર કરાશે.
આવી બ્રેઈન નર્વ માયેલીન નામે ઓળખાતા રક્ષણાત્મક પડથી ઢંકાયેલી હોય છે. મગજમાંથી શરીરમાં ઝડપી અને સરળતાથી આ જ્ઞાનતંતુથી જતા હોય છે.એઈમ્સના પીડીયાટ્રીક વિભાગના ચાઈલ્ડ ન્યુરોલોજી વિભાગના વડા ડો. શેફાલી ગુલાટીએ જણાવ્યું હતું કે ગુમાવેલી દ્દષ્ટિ સાથે આ છોકરી અમારી પાસે આવી હતી, એમઆરઆઈમાં એડીએસ જોવા મળ્યું હતું. વાયરસ મગજ અને ફેફસાને અસર કરે છે તે સુવિદિત છે. હાલમાં આ છોકરીની ડો. ગુલાટીની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. ઈમ્યુનોથરેવીથી તેની હાલત સુધરી હતી. તેની 50% દ્દષ્ટિ પાછી આવતા તેને ડિસચાર્જ કરાઈ છે. એ ઉપરાંત કોવિડ 19 પોઝીટીવ બાળકોમાં એપીલેપ્સી, એનસીફલેટીસ, કાવાસાગી જેવી બીમારી અને ગુઈલેન-બેરે સિન્ડ્રોમ જેવાં કોપ્લીકેશન જોવા મળ્યા હતા.