દેશમાં લોકડાઉનનું બીજું ચારણ ચાલી રહ્યું છે અને 3 મેથી આગળ વધારવામાં આવે કે નહિ, એના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. બધા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાની વાત મૂકી. એ દરમિયાન મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ લોકડાઉન પર પીએમ મોદીને પોતાના વિચાર જણાવ્યા. તેમણે જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મેઘાલયમાં 3 મે પછી પણ લોકડાઉન જારી રહે જેથી વાયરસનું સંક્રમણ ફેલાતા રોકી શકાય. જોકે તેમણે એ પણ કહ્યું કે જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે અથવા તો જે જિલ્લા કોરોનાથી પ્રભાવિત નથી ત્યાં થોડી છૂટ આપવામાં આવે.
મેઘાલયમાં માત્ર 12 કોરોના પોઝિટિવ કેસ

મેઘાલય દેશનું એ રાજ્ય છે જ્યાં કોરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે. એટલે તેની સ્થિતિ ઘણી સારી છે. મેઘાલયમાં 26 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીમાં માત્ર 12 જ દર્દી હતા, જયારે અહીં કોરોનાથી માત્ર 1 જ વ્યક્તિની મોત થઇ છે.
આ પણ વાચો : ગુજરાતરને અડીને આવેલા આ પ્રદેશમાં નથી એક પણ કોરોનાનો કેસ, આ છે કારણ
આ લડાઈ લાંબી છે : ગૃહમંત્રી
જો કે કેન્દ્ર સરકારે હાલ આ મામલે કોઈ નિર્ણય નથી લીધો. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ બેઠકમાં કહી દીધું કે આ લડાઈ લાંબી છે. અને લોકડાઉનનું સારી રીતે પાલન કરાવવામાં આવે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય પોતાની નીતિ તૈયર કરે કે કેવી રીતે લોકડાઉનમાં રાહત આપી શકાય.
આ પણ વાંચો : PM મોદીએ કહ્યું-ઇકોનોમીની ચિંતા ન કરો, જ્યાં વધુ કેસ ત્યાં ચાલુ રાખવામાં આવશે લોકડાઉન
