ભારતમાં કોરોનાના કારણે ઘણા સમયથી બંધ પડેલી ઇકોનોમીની ટ્રેન અનલોક બાદ ફરી પાટા આવી રહી છે. હાલમાં રાજ્યમાં માટે અતિ મહત્વપૂર્ણ ફ્લાઇંગ કારની ટ્રાયલ્સ માટે મોટા સમાચાર આવ્યા છે. હાલમાં વિશ્વની ઘણી કંપનીઓ ફ્લાઇંગ કારના ટ્રાયલ કરી રહી છે. આ દિશામાં ભારત પણ પાછળ રહેશે નહિ. નેધરલેન્ડની ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ કંપની ગુજરાતમાં દેશનો પ્રથમ શરુ કરવા જઈ રહી છે. નેધરલેન્ડની કંપની Pal-V (Personal Air Land Vehicle)એ ગુજરાત સરકાર સાથે MOU કર્યા છે.
- આ કંપનીનો પ્લાન્ટ રાજ્યમાં મારૂતિનો પ્લાન્ટ છે
- અથવા તો પછી કચ્છના મુંદ્રામાં શરૂ થવાની શક્યતા છે
- આ કારને ઉડાંડવા માટે 30-40 ફૂટની ખુલ્લી જગ્યાની જરૂર છે
- કારની કિંમત અંદાજિત 3.5થી 4 કરોડ રૂપિયા હોઇ શકે છે.
કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલેએ MOU સાઇન કર્યો છે. રાજ્ય સરકાર કંપનીને પ્લાન્ટ શરુ કરવા માટે તમામ મદદ કરી રહી છે. PAL-V ના વાઈસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલે જણાવ્યા અનુસાર, આ દોડતી કાર મિનિટમાં ઉડતી કારમાં પરિવર્તિત થઈ જશે, જ્યારે તે ઉતરશે, ત્યારે તેનું એન્જિન કામ કરશે જેથી ઝડપની મર્યાદા 160 કિમી પ્રતિ કલાકની હશે.
કેટલું કરશે રોકાણ ?
- આ કંપની ભારતમાં ઓટો અને એવિએશન સાથે જોડાયેલી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરવા માંગે છે
- કંપની 10,000 કરોડના રોકાણ કરી પ્લાન્ટ શરૂ કરશે
- ફ્લાઇંગ કાર ક્યારે બનસે તેની કોઈ માહિતી આપી નથી
આ પણ વાંચો : ‘તમારા કારણે ગરબા રદ થયા’! સોશિયલ મીડિયા પર તબીબોને મળી રહી ધમકી
પેરિસમાં જૂનથી ફ્લાઇંગ ટેક્સી સર્વિસ શરૂ થવાની શક્યતા છે. તેમજ વર્ષ 2024ના ઑલિમ્પિક્સમાં ટૂરિસ્ટ માટે ફ્લાઇંગ કારનો ઉપયોગ થશે તેવી ચર્ચા થઇ રહી છે.
