સુરતમાં કોરોના(Surat corona)નો કહેર બેકાબુ બની રહ્યો છે. સુરત શહેર અને જિલ્લમાં છેલ્લા 24 કલાકમાં 265 કેસ નોંધાયા છે જેને લઇ કુલ કેસની સંખ્યા 8907 થઇ ગઈ છે. જેમાં 2941 એક્ટીવ કેસ છે. ત્યારે કોરોના કેસો સાથે જ શહેર અને જિલ્લામાં સતત મૃત્યુ આંક પણ વધી રહ્યો છે, અત્યાર સુધીમાં સુરતમાં 237 લોકોના મોત થયા છે.
નવી સિવિલ
કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 625 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેમાં 530 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 21 – વેન્ટિલેટર, 53- બાઈપેપ અને 456 દર્દીઓ ઓક્સિજન પર છે.
સ્મીમેર હોસ્પિટલ
166 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 153- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6- વેન્ટિલેટર, 16-બાઈપેપ અને 108 દર્દીઓ ઓક્સિજન પર છે.
આ પણ વાંચો : ચીન ભારત વિવાદ વચ્ચે રાજનાથ સિંહ લેહની મુલાકાતે, ડ્રેગનને જવાબ આપવા ભારત બધી રીતે તૈયાર
