ઉતરાયણમાં આ વર્ષે વેપારીઓની હાલત કફોડી બની છે. મંદીના મારને લઇ વેપારીઓ ને ખુબ મોટું નુકસાન થયું છે. ઉતરાયણ ને હવે માત્ર ગણતરીના 5 દિવસ બાકી છે ત્યાર પતંગ બજારમાં થવું જોઈતું એટલું વેચાણ થયું નથી. પતંગ અને માંજાના નાનાં-મોટાં વેપારીઓ ખરીદી નહિ હોવાથી ચિંતિત તો છે જ.પણ સાથોસાથ એસેસરીઝનો સ્ટોક કરનારાં વેપારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયાં છે.

એસેસરીઝનોં ધંધો ઉતરાયણ અને વાસી ઉતરાયણ સુધીનો જ છે. લારીમાં માલનો નિકાલ કરવા માટે સ્ટોકિસ્ટોએ યુવાનોને ઉચ્ચક પગારે રાખ્યાં છે. ત્યારે વેપારીઓએ સારા પ્રમાણમાં માલનો સ્ટોક કર્યો છે. લારીઓ અને ફૂટપાથ ઉપર એસેસરીઝના ઢગલાં છે. એસેસરીઝ વેચતા ફેરીયા જણાવે છે કે, છેલ્લાં બે દિવસથી લારી ઉપર એસેસરીઝ વેચી રહ્યો છું. રોજેરોજ પાંચ-છ આઈટમ વેચાય છે. મારી જેમ કોટ વિસ્તારમાં ૧૫૦થી વધુ ફેરિયાઓ સ્ટોકીસ્ટોનો માલ વેચી રહ્યાં છે.

ત્યારે જાતે માલમાં રોકાણ કરીને ધંધો કરી રહેલ ફેરિયાઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી માલ મેળવીને કામકાજ કરી રહ્યાં છે. તેઓએ જણાવ્યું કે એસેસરીઝ મોટાભાગની અમદાવાદમાં તૈયાર થાય છે અને ત્યાંથી કેટલાંક સીધી ખરીદી કરે છેઅમદાવાદ એસેસરીઝ માટેનું સૌથી મોટું માર્કેટ છે.
એસેસરીઝમાં મ્યુઝિકલ વ્હીસલ સ્ટીક અને પંખા અને લાઇટવાળુ મ્હોંરુ અને કેપ એસેસરીઝમાં ઉમેરાયાં છે. જ્યારે જેન્ટસ-લેડીઝની કેપ, પ્રાણીઓના મહોરાં, નાની-મોટી પીપૂડીઓ, ડિઝાઇનર ટોપીઓ જેવી પ્રોડક્ટ વર્ષોવર્ષ વેચાતી રહી છે. એસેસરીઝના ભાવમાં ગત વર્ષ કરતાં પ્રોડક્ટ દીઠ ચારથી પાંચ રૂપિયાનો વધારો થયો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.