સચીન જીઆઇડીસી વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ગઈકાલે 20 ડિસેમ્બરે ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના વતન ભાગે એ પહેલા પોલીસે ઝડપી પડ્યો હતો. 332 પોલીસ કર્મી અને અધિકારીઓએ 84 કલાક મહેનત કરી આરોપીને દબોચી લીધો હતો આરોપી સચીન કિશોર ગોવિંદ રૈયાણી ચાલમાં હતો. આરોપીએ પોલીસની પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી આરોપીએ કબૂલાતમાં કહ્યું હતું કે, ‘સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.’

આરોપી સચબિંન બંસીલાલ સચિન જીઆઈડીસીના એક કારખાનામાં કામ કરે છે આરોપી પરણિત છે અને તેનો એક દોષ વર્ષનો પુત્ર પણ છે જેઓ તેઓના વાતને રહે છે આરોપીએ પોલીસની પ્રાથમિક તપાસમાં ગુનાની કબૂલાત કરી હતી. આગામી સમયમાં ફર્ધર રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : સચીન GIDC વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસના સકંજામાં

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.