વ્યક્તિનું મૃત્યુ થયા પછી તેના મૃતદેહનો થોડા જ સમયમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે. મૃતદેહને લાંબા સમય સુધી રાખી શકાતો નથી. ત્યારે મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ અને બેંગ્લોર પછી સુરતમાં પણ શબને સાચવવાની રાસાયણિક પ્રક્રિયા ‘એમ્બાલ્મીંગ'(Embalming) સેવાનો પ્રારંભ થયો છે. શહેરના ફોરેન્સિક મેડીસીન(forensic medicine) નિષ્ણાત ડોકટર વિનેશ શાહે(dr. vinesh shah) આ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. મૃતદેહને લાંબા સમય સુધી રાખવા અને દૂરથી આવતા સગા વાહલા મૃતદેહના અંતિમ દર્શન કરી શકે અને અંતિમ ક્રિયામાં ભાગ લઇ શકે તે હેતુથી આ પ્રક્રિયાની શરૂઆત કરાઈ છે. આ પ્રક્રિયાનો રાજ્યભરમાં સૌપ્રથમ સુરતમાં પ્રારંભ થયો છે.
મુંબઈ, ચેન્નાઇ, કોલકાતા, દિલ્હીમાં આ પ્રક્રિયાથી જ કામ થાય છે

માહિતી આપતા ડો. વિનેશ શાહના જણાવ્યા કે, આ પ્રક્રિયા ઇજિપ્ત જેવા દેશોમાં ફરજીયાત છે. જયારે ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મહાનગરોમાં આ પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી છે. કુદરતના નિયમ મુજબ મૃત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહ સડી જાય છે. સડો પ્રસરવા સાથે સબમાં ચેપ ફેલાતો હોય છે. જેથી શબમાંથી ખરાબ દુર્ગંધ આવે છે. શરીર ફૂલી જાય છે, શબનો રંગ બદલાઈ જાય છે. જેથી તેમાંથી દુર્ગંધ આવે છે. વિવિધ સૂક્ષ્મજીવાણુંથી રોગ લાગવાનો ભય રહે છે. જેથી વધારે સમય શબને અંતિમ સંસ્કાર વગર રાખી શકાતો નથી આ પરિસ્થિતિમાં ‘એમ્બાલ્મીંગ’ની રાસાયણિક પ્રક્રિયા મહત્વની છે. જ્યાં કોલ્ડ સ્ટોરેજ કે સબઘરની અછત હોય ત્યાં આ પ્રક્રિયા ઉપયોગી છે.
એક ઇન્જેક્શન દ્વારા મૃતદેહને સાંચવી શકાશે
આ પ્રક્રિયામાં શબને વિશિષ્ટ પ્રકારના મિશ્રણવાળું પ્રવાહી ઇન્જેક્શન અપાય છે જેના દ્વારા શબને જીવાણુ મુક્ત અને દુર્ગંધમુક્ત કરવામાં આવે છે. જેથી શબની સડવાની પ્રક્રિયા ટાળી શકાય. આ પ્રક્રિયા માટે લોકોએ છેક મુંબઈ સુધી જવું પડે છે. ત્યારે હવે લોકોએ ત્યાં સુધી જવાની જરૂરત નહિ પડે. તેઓએ વધુમાં જણાવ્યું, મુલાકાતે કે પ્રવાસે આવેલા દેશ વિદેશના નાગરિકો, NRI તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી કરવા આવેલા લોકોનું કોઈ પણ કારણસર મૃત્યુ પામે તો તે મૃતદેહને તેના વતન લઇ જવાની પ્રક્રિયા સુધી સાચવી રાખવું પડે અથવા તો સમાજના ઉચ્ચ કે વિશેષ સ્થાન ધરાવતા અગ્રણી નાગરિક, વેગવાન કે આદરણીય ધર્મગુરુ હોય તેઓના દર્શન માટે ચાહકો ભક્તો આવે તેવા કિસ્સાઓમાં આ પ્રક્રિયા કોઈપણ વ્યક્તિનો મોતનો મલાજો પાડવા મહત્વની ગણાશે.
‘એમ્બાલ્મીંગ’ પ્રક્રિયા શું છે ?
એમ્બાલ્મીંગએ શબને ઇન્જેક્શન દ્વારા સાચવાની એક પ્રક્રિયા છે જેમાં શબને સાચવવા માટે બરફ કે રેફ્રિજરેટરની જરૂરત પડતી નથી.
આ પણ વાંચો : એક્ટિવ કેસોમાં દુનિયામાં ભારત બીજા નંબર પર , દેશના આ રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસો
