સુરતમાં કોરોના(Surat Corona)ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત અને જિલ્લા કુલ 234 કેસ સામે આવ્યા. તેની સાથે કુલ પોઝિટિવ(positive)નો આંકડો 20,289 થયો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા જેની સાથે સુરત શહેર જિલ્લા અત્યાર સુધીમાં કુલ 804 દર્દીઓના મોત થયા. છેલ્લા 24 કલાકમાં 231 લોકો સારા થયા સાથે જ અત્યાર સુધીમાં 16,760 લોકો સારા થઇ ઘરે ગયા છે.
સુરત શહેરની કોરોના અપડેટ
સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં કુલ 178 કેસો નોંધાયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં 15,939 કુલ કોરોના ના કેસો સામે આવ્યા. ત્યારે 2 લોકોના મોત થયા જેની સાથે કુલ મોતનો આંકડો 609 પર પહોંચ્યો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 145 લોકો ડિસ્ચાર્જ થયા, સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 13,206 લોકો સારા થયા છે
વિવિધ ઝોન મુજબ કોરોનાના કુલ આંકડા
સેન્ટ્રલ- 1783, વરાછા એ – 1937, વરાછા બી- 1432, રાંદેર- 2259, કતારગામ- 3060, લીંબાયત- 1954, ઉધના- 1305, અઠવા- 2209

શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 49 કેસ સામે આવ્યા ત્યારે રાંદેર ઝોનમાં 31 નવા કેસ નોંધાયા. ઉધના ઝોનમાં 23 તો કતારગામ ઝોનમાં 18 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. ત્યારે સુરત શહેરમાં 20551 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
સુરત જિલ્લા કોરોના અપડેટ
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 56 કેસ સામે આવ્યા જેની સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 4350 થઇ. ગઈકાલે 86 લોકો ડિસ્ચાર્જ થયા સાથે કુલ 3554 લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે ગયા.ત્યારે ગઈકાલે જિલ્લામાં 3 દર્દીના મોત થયા. સાથે જ કોરોનાનો કુલ મૃત્યુનો આંકડો 195 થયો.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

ગઈકાલે 367 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા, સાથે જ કુલ હાલ 7323 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
હોસ્પિટલોની સ્થિતિ
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 128 દર્દીઓ પૈકી 84 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 61 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 71 પૈકી 43 દર્દીઓ ગંભીર છે. 8 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 21 ઓક્સિજન પર છે.
આ પણ વાંચો : સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર યોજનાના સૌથી વધુ લાભાર્થી સુરતના, 19,682 લોકોએ લીધી આટલા કરોડની લોન
