વર્ષ પૂરું થવામાં માત્ર ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ગુજરાત રાજ્ય પોલીસવડા દ્વારા એક અનોખો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યની તમામ ચેકપોસ્ટ તાત્કાલિત અસરથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા એ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તે મુજબ ત્કાલિક અસરથી આ નિર્ણયની અમલવારી કરવામાં આવતા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વાહનચેકીંગ સહિત પોઈન્ટ હટાવી લેવામાં આવ્યા છે આ અંગે તમામ જિલ્લાના પોલીસ વડાને સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે, જે આજથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવામાં આવી છે. જેના કારણે હવે અન્ય રાજ્યોની જોડતી જિલ્લાની સરહદો મુક્ત બની ગઈ છે. જો કે આ નિર્ણય કયા કારણોથી લેવાયો એ અંગે કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ‘આ નિર્ણય ડીજી કક્ષાએથી લેવાયો છે જેથી કયા કારણોસર કરવામાં આવ્યો છે. તેની સ્પષ્ટતા નથી. રાજ્યની સ્થાપ્ના બાદ પહેલીવાર આ નિર્ણય લેવાયો છે.
રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ 23 ડિસેમ્બરે રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ દ્વારા આ અંગે જાણ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારી-જવાનોને સ્થાનિક કક્ષાની કાયદો અને વ્યવસ્થાને આનુસંગિક ડયુટીમાં તહેનાત કરી દેવા સૂચના આપવામાં આવી હતી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.