ડિજિટલ પેમેન્ટ જેટલું સરળ છે એટલું જ રિસ્કી છે. લોકો વધુમાં વધુ ઈ વોલેટથી પે કરવાનું પસંદ કરે છે. જેથી તેઓ સાથે કેશ લઇ જવાના રિસ્કથી બચી શકે છે. તેમજ લોકો ટ્રેનની ટિકિટથી લઇ શોપિંગ પણ આ ઈ વોલેટ દ્વારા જ કરે છે. પરંતુ આ જ ઈ વોલેટના કારણે લોકો છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે. જો ગ્રાહકો સાથે છેતરપિંડી થાય તો ગ્રાહક માટે સુવિધા ઓ પણ છે અને તે સુવિધાઓ શું છે.

RBI એ ડિજિટલ વોલેટ વપરાશ કર્તા ઓની સુરક્ષા માટે 1 જાન્યુઆરી 2020થી ડિજિટલ વોલેટ કંપનીઓને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ની જેમ સુરક્ષા આપવું ફરજીયાત કરી દીધું છે. તેઓ સાથે થતી છેતરપિંડી ને લઇ ફરિયાદ માટે RBIએ કંપનીઓને 24 કલાક માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા કહ્યું છે.

RBIએ જાહેર કર્યું છે કે જો ગ્રાહક ત્રણ દિવસની અંદર છેતરપિંડીની ફરિયાદ કરે તો તેઓને તેઓનું પૂરું ટ્રાન્જેક્શન પરત મળી જશે. અને જો 7 દિવસમાં ફરિયાદ નોંધાવે તો તેઓને 10000 કે તેઓની ટ્રાન્જેક્શન રકમ બે માંથી જે ઓછું હશે તે તેઓને આપવામાં આવશે. અને 7 દિવસ પછી ફરિયાદ નોંધાવે તો RBI નીતિ મુજબ સંસ્થા તમને રિફંડ આપશે. જો કે કોઈ ગ્રાહક તેની પોતાની ભૂલના કારણે અનધિકૃત વ્યવહારો માટે પોતે જવાબદાર રહેશે.
