ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 105 થઈ ગઈ છે. ત્યારે 9 ના મોત થયા છે. જયારે સમગ્ર દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને 86 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેન્સર-એઈડસ અને ટીબીના દર્દીઓ અને મોનો આંકડો સામે આવ્યો છે. જે આંકડા કોરોનાના આંકડા કરતા વધુ ચોંકાવનારા છે. વિધાનસભામાં ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના આરોગ્યપ્રધાને બિમારીથી મોતનો આંકડો આપ્યો હતો.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ રોગોના દર્દીઓ અને મોતની સંખ્યા
ટીબી
દર્દીઓ : ૨,૨૫,૨૧૨
મોત : ૧૦,૧૨૦ દર્દીઓના મોત
સરેરાશ દરરોજ મોત : ૧૪
કેન્સર
દર્દીઓ : ૩૪,૭૩૩
મોત : ૨,૨૫૦
સરેરાશ દરરોજ મોત : 3
એઈડ્સ
દર્દીઓ : ૧૮,૦૯૧
મોત : ૧,૫૫૭
સરેરાશ દરરોજ મોત : બે
આ પણ વાંચો : લોકડાઉન : નોકરી જતી રહેવાનો ભય, સરકારે બહાર પડી એડવાઈઝરી
