પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવાઅને લાખો લોકોના સશક્તિકરણ માટે આ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ શરૂ કરશે. આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે.
આ યોજના ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે અને દેશના લગભગ છ લાખ, 62 હજાર ગામોને આવરી લેવામાં આવશે. લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઇલ ફોન પર પહોંચાડાયેલી એસ.એમ.એસ. લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે. આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે. આ પગલાથી ગામ લોકો દ્વારા લોન અને અન્ય નાણાકીય લાભ લેવા માટે મિલકતને નાણાકીય સંપત્તિ તરીકે દર્શાવવાનો માર્ગ મોકળો થશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનો PM મોદી પર હુમલો, જવાનો નોન-બુલેટપ્રુફ ટ્રકમાં અને PM કરોડોના પ્લેનમાં
