કોરોનાના વધતા કેસો વચ્ચે તેનાથી કોઠે પડી કે સાવચેતી રાખીને આગળ વધવાનો ક્રમ લોકોમાં હવે ઝડપભેર વણાઈ રહ્યો છે. નાણા મંત્રાલયે જાહેર કરેલી વિગતો ઉદ્યોગજગત માટે રાહતરૂપ છે. સપ્ટેમ્બરના આર્થિક આંકડામાં વૃદ્ધિની સામાન્ય સ્થિતિ તરફ આવવાના વિશ્વસનીય સંકેત દર્શાવી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઈન્ડેક્સ 7.5 વર્ષના ઉચ્ચતમ સ્તરે રહ્યો અને જીએસટી કલેક્શન પણ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી સૌથી વધુ રહ્યું છે.
સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિઓ 8 વર્ષની ટોચે
સપ્ટેમ્બરમાં પીએમઆઈ ઈન્ડેક્સ વધીને 56.8 પર દેશનાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવુતિઓમાં સપ્ટેમ્બર દરમિયાન સતત બીજા મહિને સુધારો જોવા મળ્યો છે. એક માસિક સર્વે અનુસાર નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાને કારણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિઓ 8 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. આઈએચએસ માર્કિટ ઇન્ડિયાનો PMI સપ્ટેમ્બરમાં વધીને 56.8 ટકા પર પહોંચી ગયો છે. ઓગષ્ટમાં તે 52 પર હતો.
જાન્યુઆરી બાદ પીએમઆઈનું સૌથી ઊંચું સ્તર
જાન્યુઆરી, 2020 બાદ આ પીએમઆઈનું સૌથી ઊંચું સ્તર છે. સરકાર તરફથી દરેક સંભવ ઉપાય કરવામાં આવ્યા છે મંત્રાલયે કહ્યું કે, કોવિડ19 સંકટના છેલ્લા 6 મહિના દરમિયાન નાણાકીય પ્રોત્સાહન અને રાહત આપવા સાથે જ તમામ હિતધારકો અને નાગરીકોની ચિંતાઓ દૂર કરવા માટે દરેક સંભવ ઉપાય કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે આગળ જણાવ્યું કે, અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે માંગ અને પુરવઠા બન્નેને વધારવા માટે મદદ કરવામાં આવી.

માંગ અને સપ્લાય વધારવા પર જોર
માંગ અને સપ્લાય વધારવા પર સરકારનું જોર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સરકારના પગલાઓની અસર હવે દેખાઈ રહી છે અને સપ્ટેમ્બર મહિનાનો ડેટા આર્થિક વિકાસની સામાન્ય સ્થિતિના વિશ્વસનીય સંકેતો આપી રહ્યો છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અર્થતંત્ર અને લોકોની આજીવિકા પર કોવિડ -19 ના પ્રકોપને ઘટાડવા માટે બધી સંભાવનાઓ ખુલી છે અને ‘નાણાં પ્રધાન લોકોની પીડા દૂર કરવા માટેના કોઈપણ પગલાને ટાળી રહ્યા નથી. જીએસટી કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ સરકારની તિજોરી ધીમે ધીમે ફરી ભરાઈ રહી છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં જોવાલાયક વધારો થયો છે.
આ પણ વાંચો : કોની અસરથી ચોમાસાને લાગી ‘બ્રેક’?
જીએસટીનું કલેક્શન વધ્યું

નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) નું કલેક્શન 95480 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સપ્ટેમ્બરની તુલનામાં 4 ટકા વધારે છે. સપ્ટેમ્બર-2019 માં કુલ જીએસટી કલેક્શન 91,916 કરોડ રૂપિયા હતું. બેરોજગારીનો દર પણ સુધર્યો રોજગારના મોરચે, સપ્ટેમ્બરની પરિસ્થિતિમાં થોડો સુધારો, જે અર્થવ્યવસ્થાને વેગ આપશે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં, રાષ્ટ્રીય સ્તરે બેરોજગારી દર 6.7 ટકા પર આવી ગયો છે. ઓગસ્ટમાં 8.3 ટકા નોંધાયું હતું, જ્યારે જુલાઈમાં બેકારીનો દર 7.4 ટકા હતો. આ સંદર્ભમાં, સપ્ટેમ્બરના અંતમાં બેરોજગારીનો દર, અર્થતંત્રમાં સુધારણાના સંકેત જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : 6 મહિનાથી બંધ ફુડ પ્લાઝા ખૂલવાની તૈયારી
