ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એ મોન્ડલી લેંગ્લેજ લર્નિંગ એપ્લિકેશન સાથે MOU સાઇન કર્યા છે. GTUનું આ કદમથી વિધાર્થીઓને ઘણો લાભ થશે. આ એપ્લિકેશનથી કુલ 41 ભાષાઓ શીખી શકાય છે. જેનાથી વિદેશી નોકરીમાં ઘણી મદદ મળશે.

GTUને વિશ્વસ્તરે પ્રસિદ્ધ યુનિવર્સિટી માનવામાં આવે છે. આ યુનિવરસિટીમાં ટેક્નિકલ, મેનેજમેન્ટ અને ફાર્મસી જેવી વિવિધ શાખામાં દર વર્ષે ગુજરાતમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. GTUથી ડિગ્રી મેળવનાર હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં નોકરી મેળવે છે. જેથી આ વિદ્યાર્થીઓ અલગ અલગ દેશની માતૃભાષાને જાણી શકે. માટે રોમાનિયાની મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશન ધરાવતાં અતી સ્ટુડિયોઝ સાથે GTUએ MOU કર્યા છે.
આ પણ વાંચો : ઈકોનોમીની માંગ વધારવા સરકારે કર્યા આ મોટા એલાન
મોન્ડલી સાથે MOU કરનાર GTU એશિયાની સૌપ્રથમ યુનિવર્સિટી હશે. આ વિશે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, વિશ્વસ્તરે ટેક્નિકલ શિક્ષણમાં GTU અગ્રણી યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત ધરાવે છે. દર વર્ષે રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાંથી ડિગ્રી મેળવી વિદેશની કંપનીમાં નોકરી મેળવે છે. જેમના માટે આ એપ્લિકેશન મહત્વપૂર્ણ સાબિત થશે.
