ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા ટૂંક સમયમાં સુરત-નાસિક વચ્ચે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાસિક એરપોર્ટ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં સુરત-નાસિક વચ્ચે નોન સ્ટોપ ફ્લાઈટ શરૂ કરવાનો ઉલ્લેખ કરાયો છે. આ વિમાની સેવા 28 માર્ચ 2021થી શરૂ કરવામાં આવે તેવી પણ જાહેરાત કરાઈ છે. આ વિમાની સેવા સોમવારથી શનિવાર સુધી તેના નિર્ધારિત સમય અનુસાર ઉડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાસિક-સુરત વચ્ચે ફ્લાઈટ શરૂ થવાના લીધે મહારાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઓછું થશે. જેનો ફાયદો શહેરના વેપારીઓને થશે.