અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ માહિતી આપી હતી. વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવદમાં કુલ 3101 એક્ટિવ કેસ છે. આજે દોઢ મહિનામાં પહેલી વાર એવું બન્યું કે કોરોનાની એક્ટિવ કેસોની ગ્રોથ રેટ એ 5 ટકા કરતાં પણ વધારે ઓછી થઈ ગઈ છે. જે પહેલા 30 ટકાથી પણ વધારે હતું. પહેલા 25 ટકા, 20 ટકા એમ કરીને 8 ટકા થયું અને આજે તો રેકોર્ડ તોડીને 5 ટકાએ પહોંચી ગયું. તેમજ વિજય નહેરાએ એમ પણ કહ્યું હતું કે આ મે મહિનાના અંત સુધીમા આપણે આ રેટને ઝીરો કરી દઈશું.
અત્યાર સુધીમાં 691ને રજા અપાઈ
તેઓએ સાથે જણાવ્યું કે, જો સાથે મળીને કામ કરશું તો મને વિશ્વાસ છે કે આપણે આ મહિનાના અંત સુધીમાં આ કામ કરી શકીશું અને કોરોનાને હરાવી શકીશું. તેઓ આગળ જણાવ્યું કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 691 લોકો સારા થઇ ગયા છે. અત્યારે 3101 કેસ જે એક્ટિવ છે એ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એ બધા જ કેસો પર નિયંત્રણ રાખવું ખુબ જરૂરી છે.
10 લાખની વસ્તીએ 5344 ટેસ્ટ
હાલમાં 10 લાખની વસ્તીએ આપણે 5344 ટેસ્ટ કરી રહ્યા છીએ. તેમજ હજુ પણ આ આંકડો આગળ વધી રહ્યો છે. સાથે જ તેઓએ કહ્યું કે, ઘણા લોકો ફોન પર પૂછે છે કે મને વહેમ છે કે કોરાના હશે તો, એટલા માટે તે ચેક કરવા માંગે છે. તો તેઓએ કહ્યું કે આવા કેસમાં ટેસ્ટિંગગ ન થઈ શકે. ગાઈડલાઈનમાં આવી કોઈ જ બાબત નથી., જો તમારી સોસાયટી કે ઓફિસમાં પણ કોઈ એક માણસ પોઝિટીવ આવે તો એના કોન્ટેક્સમાં જે આવ્યું હોય એને પહેલાં સાત દિવસ ક્વોરન્ટાઈનમાં રાખશે ત્યારબાદ તેમાં લક્ષણ હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો : લ્યો બોલો ! સુરતમાં કન્ટેઈન્ટમેન્ટ વોર્ડમાં આવેલી ખાનગી, કો.ઓપરેટીવ અને નેશનલાઈઝ્ડ બેંકોને બંધ રાખવા સૂચન
