સરકારી બેંકોના કરોડો ગ્રાહકોને ઘરે બેઠા મળશે સેવાઓ. જમા હોય કે ઉપાડ, સરકારી બેંક બધા પ્રકારની સુવિધા તમારા ઘરે પહોંચાડશે. મતલબ સરકારી બેંકમાં ખાતું છે તો તમારે બેંક જવાની જરૂર નથી. સરકારી બેંકો દ્વારા ડોર્સ્ટએપ ડિલિવરી લાગુ થયા પછી શારીરિક રૂપથી અસક્ષમ લોકો અને વરિષ્ઠ નાગરિકોને ઘણી સેવા પ્રાપ્ત થશે અને એમનું જીવન થોડું સરળ બનશે.
કેન્દ્રીય બેંક એટલે RBI એ ઘણા વર્ષો પહેલા ડોરસ્ટેપ બેન્કિંગની સલાહ આપી હતી. સાર્વજનિક બેંક હવે એને ગંભીરતાથી લઇ ભેગામળીને એક કોમન સર્વિસ પ્રોવાઇડર નિયુક્ત કરવાની તૈયારીમાં છે. જે બધા ગ્રાહકો સુધી સેવા પહોંચાડી શકે.

UCO બેંકે બધી સરકારી બેંકો તરફથી ‘રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ’ જાહેર કરી પ્રાઇવેટ પ્લેયર્સની માંગ કરી છે. જે કોલ સેન્ટર, વેબસાઈટ અને મોબાઈલ એપની સુવિધા આપે, જેના દ્વારા સર્વિસ રિકવેસ્ટ દાખલ કરી શકાય.
બેંક દ્વારા હાયર કરાયેલ સર્વિસ પ્રોવાઇડર એજન્ટ ઓફર કરશે બે બીજા તબક્કામાં ડિપોઝીટ અને ઉપાડની સાથે-સાથે નાની ડિવાઇસ દ્વારા નાણાકીય અને બિનનાણાંકીય સેવાઓ ઓફર કરશે. શરૂઆતમાં ડોરસ્ટેપ બેન્કિંગ સુવિધા માત્ર વરિષ્ઠ નાગરિક અને અક્ષમતાના શિકાર એવા લોકોને જ ઓફર કરવામાં આવશે. જેને બેંકોની બ્રાન્ચો સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે. થોડા સમય પછી બીજા ગ્રાહકોને પણ આ સુવિધા મળશે, જેના માટે નાની જેવી ફી ભરવી પડશે. ડોરસ્ટેપ બેંક સરકારની EASE (Enhanced Access and Service Excellence) પ્રોગ્રામનો ભાગ છે