ભારતમાં કોરોના મહામારીના કારણે લાગુ કરેલા લોકડાઉનમાં હવાઇયાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ, હવે સરકાર અનલોકમાં આ નિયમોમાં છૂટછાટ આપી રહી છે. જેમાં, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે વિદેશોથી આવનારા યાત્રીઓને માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેને 8 ઓગસ્ટ રાતે 10.21 મિનિટથી તે લાગૂ કરવામાં આવશે.

આ ગાઇડલાઇન અનુસાર, દરેક યાત્રીઓએ યાત્રાના 72 કલાક અગાઉ http://newdelhiairport.in પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. તેમજ યાત્રીઓએ આવ્યા બાદ 14 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. જેમાં, 7 દિવસ સંસ્થાગત હશે જેનો ખર્ચ તેઓએ પોતે ભોગવવાનો રહેશે અને ત્યારબાદના 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. આ દરેક યાત્રીઓ પર આરોગ્ય સેતુ એપના માધ્યમે નજર રાખવામાં આવશે.

જેમાંથી, કોઈ મુશ્કેલી ધરાવતા, પ્રેગનન્સી, પરિવારમાં કોઈનું મૃત્યુ, ગંભીર બીમારી ધરાવતા લોકોને હોમ ક્વૉરન્ટાઈન કરવાની પરમિશન મળશે. યાત્રીનો આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ આવ્યા બાદ સંસ્થાગત ક્વૉરન્ટાઈનથી રાહત મળશે. આ ટેસ્ટ યાત્રા પહેલાં 96 કલાકમાં કરાવવાનો રહેશે. જેના બાદ યાત્રીને ટિકિટની સાથે સંબંધિત એજન્સીઓને ડૂએન્ડ ડોન્ટ્સનું એક લિસ્ટ આપશે. જેના દ્વારા જણાવશે કે યાત્રી યાત્રા કરી શકશે કે નહીં.
આ પણ વાંચો : સરકારના આ નિર્ણયથી ભારત બની જશે સ્માર્ટફોન હબ, આટલી કંપનીઓ ભારત આવવા થઇ તૈયાર
આ વાતોનું રાખવું પડશે ધ્યાન
- બોર્ડિંગ સમયે લક્ષણ ન ધરાવતા યાત્રીને સ્ક્રીનિંગ બાદ જવા દેવાશે.
- સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન અનિવાર્ય.
- યાત્રા પહેલા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ નથી ભરાયું તેમને ફ્લાઈટમાં ફોર્મ ભરવાનું રહેશે.
- સેલ્ફ ડિક્લેરેશનની એક કોપી હેલ્થ અને ઈમિગ્રેશન અધિકારીઓને પણ અપાશે.
- ફ્લાઈટમાં માસ્ક પહેરવું, સફાઈ રાખવી અને હાથ સાફ રાખવા અનિવાર્ય.
પહોંચ્યા બાદ આ નિયમનું પાલન કરવું પડશે
- સોશ્યિલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું રહેશે.
- એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અનિવાર્ય રહેશે.
- જો લક્ષણ દેખાશે તો તરત જ આઈસોલેશનમાં રહેવું પડશે.
- થર્મલ સ્ક્રીનિંગ બાદ જે લોકોને સંસ્થાગત ક્વૉરન્ટાઈનથી મુક્તિ અપાશે તેઓએ 14 દિવસ હોમ ક્વૉરન્ટાઈન રહેવું પડશે, આ અંગે રાજ્યના કાઉન્ટર પર તેને નોંધાવવાનું રહેશે.
