મોંઘા કેબલ અને DTH કનેક્શનોથી પરેશાન ગ્રાહકો માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ મોટી રાહત આપી છે. હવે તમે 130 રૂપિયામાં 200 ચેનલો જોઈ શકશો. નવા નિયમ મુજબ બ્રોડકાસ્ટર્સ 15 જાન્યુઆરી સુધીમાં ચેનલોના દરમાં ફેરફાર કરશે. 30 જાન્યુઆરી સુધીમાં ફરી બધી ચેનલોની રેટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે. ત્યાર પછી નવા દરો 1 માર્ચ 2020થી લાગુ થશે.
160 રૂપિયામાં બધી ‘ફ્રી ટુ એયર ચેનલ’

ટ્રાઇનું કહેવું છે કે આ નિયમથી ગ્રાહકોને રાહત મળશે. ટ્રાઇએ બુધવારે કેબલ અને પ્રસારણ સેવાઓ માટે નવી નિયમનકારી માળખું રજૂ કર્યું. જે અંતર્ગત કેબલ ટીવી ગ્રાહકો ઓછી કિંમતે વધુ ચેનલો જોઈ શકશે. ખાસ વાત એ છે કે નિયમનકારે ગ્રાહકો દ્વારા તમામ ‘ફ્રી ટુ એર’ ચેનલો માટે માસિક ફી મર્યાદા 160 રૂપિયા નક્કી કરી છે.
ટ્રાઇએ એક જ મકાન અથવા ઓફિસમાં એકથી વધુ ટ્રાઇએ એક જ ઘરમાં કે પછી ઓફિસમાં એક થી વધુ કનેક્શન લેવા પર 40 ટકા છૂટ આપવાની વાત કરી છે. હવે કેબલ કંપનીઓએ આવા જોડાણ આપવા પર કિંમતોમાં ઘટાડો કરવો પડશે, હવે આવા જોડાણ પર પણ એનસીએફ પહેલા કનેક્શનના સમાન જ રહે છે.

વિવિધ જોગવાઈઓની સમીક્ષા કર્યા પછી ટ્રાઇએ 200 ચેનલો માટે મહત્તમ એનસીએફ ફી ઘટાડીને 130 રૂપિયા કરી દીધી છે. એ ઉપરાંત નિયમનકારે નિર્ણય કર્યો છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે જે ચેનલોને ફરજિયાત જાહેર કરી છે, તે એનસીએફ ચેનલોની સંખ્યામાં નહિ ગણવામાં આવે.
એ ઉપરાંત ટ્રાઇએ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સને પણ લાંબા ગાળાના સબ્સ્ક્રિપ્શન એટલે કે મહિના કે તેથી વધુની છૂટ આપવાની મંજૂરી આપી છે. આ સમયે યુઝર્સને ટીવી જોવા માટે બે પ્રકારના બીલ ચૂકવવા પડે છે, જેમાં એનસીએફ અને કંટેન્ટ ચાર્જ શામેલ છે.

અત્યાર સુધી 100 ફ્રી ચેનલો
જણાવી દઈએ કે અત્યાર સુધી કેબલ ટીવીના ગ્રાહકો 130 રૂપિયામાં ફક્ત 100 ફ્રી એર ચેનલો મેળવતા હતા. તે ટેક્સ સહિત લગભગ 154 રૂપિયા થાય છે. જેમાંથી 26 ચેનલો માત્ર પ્રસાર ભારતીના હતા. નવા નિયમો મુજબ બ્રોડકાસ્ટર 19 રૂપિયા વાળા ચેનલો બુકેમાં નહિ આપી શકશે। 12 રૂપિયા કરતા ઓછી કિંમતના ચેનલોની લિસ્ટમાં આપી શકાય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.