આરોગ્ય સુરક્ષા કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટ લાઇન વર્કરો દ્વારા ઉપયોગ માટે લેવાતા મેડિકલ માસ્ક સહિતના વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો(PPE) માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટીકરણો અને ધોરણો બહાર પાડ્યા છે. આ વિશિષ્ટતાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ દ્વારા જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. ભારત સરકારે સામાન્ય લોકો દ્વારા ચહેરો અને મોં માટે ઘરેલું રક્ષણાત્મક કવરના ઉપયોગ અંગે સલાહ-સૂચનો અને માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.
પી.પી.ઇ કીટનાં 1100 દેશી ઉત્પાદકોનો વિકાસ

એક પણ સ્વદેશી ઉત્પાદક ન હતો, પણ આજદિન સુધીમાં સરકાર દ્વારા પી.પી.ઇ કીટનાં 1100 દેશી ઉત્પાદકોનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગના એમએસએમઇ ક્ષેત્રના છે. વર્તમાન આકારણી મુજબ, પી.પી.ઇ. કવરલેસની ઉત્પાદન ક્ષમતા દરરોજ આશરે 5 લાખ છે, જેમાં માંગને પહોંચી વળવા માટે વધારાની ક્ષમતા નિર્માણની સંભાવના છે. આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને રાજ્યોએ બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે.
કચરાના નિકાલ માટે માર્ગદર્શિકા જાહેર
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે સવલત આધારિત અને ઘરના વ્યવસ્થાપન બંને રીતે કોવિડ-19 દર્દીઓની સારવાર/નિદાન/ક્વોરેન્ટાઇન દરમિયાન ભેગા થતા કચરાના નિયંત્રણ, ઉપચાર અને નિકાલ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજ્યમંત્રી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) અશ્વિનીકુમાર ચૌબેએ આજે લોકસભામાં લેખિત જવાબ આપતા આ અંગે જાણકારી આપી.
