રિપોર્ટ મુજબ, સરકારે એવા લોકોને ઇનામ આપવાની યોજના બનાવી છે, જે વર્ષમાં 15 ટુરિસ્ટ સ્પોટ્સની મુલાકાત લઈને આવ્યા હોય. યુનિયન ટુરિઝમ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું કે ટ્રાવેલર્સ માટે આ કોઈ Monetary Benefit નથી પરંતુ એક Incentive છે.
ગયા શુક્રવારે ઓડિશાના કોણાર્કમાં થયેલ નેશનલ ટુરિઝમ કોન્ફરન્સમાં ટુરિઝમ મંત્રીએ કહ્યું, ‘1 વર્ષમાં દેશમાં 15 ડેસ્ટિનેશન ફરવા વાળા અને અમારી વેબસાઈટ પર ફોટા પોસ્ટ કરવા વાળાના પ્રવાસનો ખર્ચો ટુરિઝમ મંત્રાલય ઉઠાવશે’ આ Incentive મેળવવા માટે ટ્રાવેલર્સે પોતાના હોમ સ્ટેટની બહાર ફરવું પડશે.

ટુરિઝમ મંત્રીએ કહ્યું કે એવા લોકોને ઇન્ડિયન ટુરિઝમના બ્રેન્ડ એમ્બેસેડરનું સન્માન આપવું જોઈએ.
