દેશમાં પશુઓને પણ આધાર નંબર આપવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. સરકારે’ યોજનાનો વિસ્તાર કરતા બકરી અને સુઅરને પણ પશુ આધાર આપવાની શરૂઆત કરી દીધી છે. જેનાથી હવે દેશના 53.5 કરોડો પશુઓને 12 અંકોનું આધારકાર્ડ મળશે.
આધારકાર્ડથી મળશે ઘણા લાભ

સરકારના કહેવા પ્રમાણે આધાર આપવાથી ઘણા પ્રકારના લાભ થશે. પશુઓ અને રોગોની ઓળખ સુનિશ્ચિત થશે. 53.5 કરોડ પશુઓનો આધાર નંબર બન્યા બાદ ભારત પાસે સૌથી મોટો ડેટાબેઝ હશે. આ ડેટાબેઝમાં પશુઓની પ્રજાતિ, દૂધ ઉત્પાદન, કુત્રિમ ગર્ભાધાન ટીકાકરણ અને પોષણ સંબંધિત જાણકારી હશે.
સંસદમાં પુછાયેલ સવાલનો આપ્યો જવાબ
હકીકતમાં લોકસભા સાંસદ વિનોદ કુમાર સોનકર, ભોલા સિંહ, સંગીતા કુમારી સિંહ દેવ, સુકાંત મજૂમદાર, જયંત કુમાર રાય, રાજા અમરેશ્વર નાઈકે લોકસભામાં સવાલ કરીને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રીને પૂછ્યું હતું કે, શું સરકારે આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે પરામર્શ કરીને પશુઓને 12 આંકનો વિશિષ્ઠ ઓળખ નંબર આપવાના કામની શરૂઆત કરી છે.

આ પણ વાંચો : ગોંડલ સંપ્રદાયના પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શું સરકારે પશુ સંજીવની યોજનાની શરૂઆત કરી છે ? આ સવાલનો લેખિતમાં જવાબ આપતા મંત્રી ડો. સંજીવ કુમાર બાલિયાને કહ્યું હતું કે, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડે પશુ ઉત્પાદકતા અને સ્વાસ્થ્ય માટે સૂચના પ્રણાલી વિકસિત કરી છે. પશુઓને મળતા 12 અંકની ઓળખનો ઉપયોગ રાષ્ટ્રીય ડેટાબેઝમાં થઈ રહ્યો છે. મંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકાર પશુઓના વૈજ્ઞાનિક પ્રજનન, રોગોના ફેલાવાને રોકવા, દૂધ ઉત્પાદનોના વેપારને વધારવાના ઉદેશ્યથી આધારનો ઉપયોગ કરીને ગૌવંશ અને ભેંસોની ઓળખ થઈ શકશે.
આ પણ વાંચો : AIIMSના ડોક્ટરનો દાવો, ઝાડું લગાવવાથી પણ ફેલાઈ શકે છે કોરોના
